Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ઉનામાં દરિયો ગાંડોતૂર : તોફાની મોજા ટકરાતા કિનારાના ચાર મકાનો ધરાશાયી

સૈયદરાજપરા ગામ પાસે દરિયાકાંઠે રહેતા લોકોના ચાર મકાન પડી ગયા : ભારે પવન અને ભરતીના કારણે દરિયો તોફાની બન્યો

 

ઉના : સૌરષ્ટ્રમા કેટલાય સ્થળોએ ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ઉનામાં દરિયો ગાંડોતૂર જોવા મળી રહ્યો છે. ભારે પવન અને ભરતીને કારણે દરિયો તોફાની બન્યો હતો અને કિનારે આવેલા મકાનોની દિવાલો પર તેના મોજાં ટકરાતા ચાર મકાનો ધરાસાઈ થઈ ગયા હતા.

વરસાદી માહોલમાં કાચા મકાનો પડવાના કિસ્સાઓ વધારે જોવા મળે છે. ત્યારે ઉનામાં આવેલા સૈયદરાજપરા ગામ પાસે દરિયાકાંઠે રહેતા લોકોના ચાર મકાન ધરાશાઈ થઈ ગયા છે. ભારે પવન અને ભરતીને કારણે દરિયો તોફાની બન્યો હતો અને તેના મોજા મકાનને આવી ટકરાયા હતા.

 રાજકોટમાં સતત 3 દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે પડધરીનાં ખીજડીયામાં ગૌશાળામાંથી 40 જેટલા મૂંગા પશુઓ પાણીનાં ધસમસતા પ્રવાહમાં તણાયા હતાં ને સાથે વીજપોલ પણ ધરાશાયી થતાં ગામમાં વીજ પૂરવઠો પણ ખોરવાઈ ગયો હતો. જેને લઈને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સાથે ભારે વરસાદથી સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતાં.

રાજ્યમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્રારકામાં 127 મિમી નોંધાયો છે. ઉપરાંત જામનગરનાં કાલાવાડમાં 15 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સાથે પડધરીમાં 8 ઈંચ વરસાદ, ધ્રોલમાં 8 ઈંચ, જોડિયામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છનાં ભચાઉમાં 6 ઈંચ, જામનગરમાં 5.72 ઈંચ, ખંભાળિયામાં 5.16 ઈંચ વરસાદ નોંધાયો અને રાજકોટમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. સતત વરસતા વરસાદને કારણે જામનગર જિલ્લાનાં મોટા ભાગનાં ડેમ ઓવરફ્લો થયા છે.

(10:17 pm IST)