Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ 5 કેસ પોઝીટીવ : આજે 10 કેસ સહીત કુલ કેસની સંખ્યા 181 થઇ

ખડિયા ગામનો યુવક,માલણકાના પુરુષ,રાજેસર મેંદરડાનાં પુરુષ,ગળોદર માળિયાના મહિલા અને વિજાપુરના પુરુષને કોરોના વળગ્યો : તંત્રમાં દોડધામ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોના વકરતો જાય છે આજે મોડીસાંજે વધુ 5 કેસ પોઝિટિવ આવતા આજે એક જ દિવસમાં કુલ 10 કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે

જુનાગઢ જીલ્લા તાલુકામાં વધુ ૫ કેસ કોરોના પોઝીટીવ આવ્યા છે જેમાં ખડિયામાં 17વર્ષીય યુવક,માલણકા ગામના ૪૫ વર્ષીય પુરૂષ,રાજેસર મેંદરડાના ૪૫ વર્ષીય પુરૂષ,.ગળોદર માળીયાના ૨૩ વર્ષીય મહિલા અને જુનાગઢ તાલુકાના વિજાપુર ગામના ૪૮ વર્ષીય પુરુષ ને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે નાગઢ શહેર અને જિલ્લામાં આજરોજ કુલ ૧૦ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તંત્ર એલર્ટથયું છે આ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 181 થઇ છે

(8:59 pm IST)