Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

કુતિયાણામાં ૪ કલાકમાં પાંચ, જામજોધપુરમાં ૪ ઇંચ

ઉપલેટા - પોરબંદર - રાણાવાવ - કાલાવડ - માણાવદરમાં ૨ ઇંચ : ધોરાજી - લાલપુર - ખંભાળીયામાં ૧ાા ઇંચ : અન્યત્ર ઝાપટાથી ૧ ઇંચ

રાજકોટ તા. ૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં શનિવારથી શરૂ થયેલ મેઘ મહેર આજે સતત ચોથા દિવસે પણ યથાવત છે. આજે સવારે ૮ થી ૧૨ દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વધુ ૫ ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડયો છે. જેમાં પોરબંદર જિલ્લાના કુતિયાણામાં ૪ કલાકમાં ૫ ઇંચ અને જામજોધપુરમાં ૪ ઇંચ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત પોરબંદર - રાણાવાવ - કાલાવડ - ઉપલેટા - માણાવદરમાં ૨ ઇંચ વરસાદ પડયો છે.

જ્યારે ખંભાળીયા - લાલપુર - ધોરાજીમાં ૧ાા ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત ભાણવડ - જામકંડોરણા - માંડવીમાં ૧ ઇંચ વરસાદ પડયો છે.

જ્યારે અમરેલી, જાફરાબાદ, ધારી, બગસરા, વડીયા, કેશોદ, જુનાગઢ, ભેંસાણ, મેંદરડા, માંગરોળ, વંથલી, વિસાવદર, જોડીયા, જામનગર, ધ્રોલ, ગઢડા, કલ્યાણપુર, દ્વારકા, મોરબી, વાંકાનેર, ગોંડલ, જેતપુર, જસદણમાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ જેવો વરસાદ પડયો છે.

(12:49 pm IST)