Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ટંકારામાં લતીપર ચોકડીએ આવેલ ડાઇવર્ઝન રોડમાં ઠેર ઠેર ગાબડાં

 ટંકારાઃ લતીપર ચોકડીએ ઓવર બ્રીજની બન્ને બાજુના સર્વિસ રોડ ઉપર મોટા ગાબડા પડેલ છે. હાઈવે રોડ ઉપર ના વરસાદના પાણીના નિકાલની કામગીરી બાકી છે. ઓવર બ્રીજની બન્ને બાજુ આવેલ સર્વિસ રોડ ઉપર મોટા મોટા ગાબડાં પડ્યાં છે. ખાડાઓમાં પાણી ભરાય છે ઠેર ઠેર રોડ તૂટી ગયેલ છે .રાજકોટ મોરબી ફોરે લેન રોડની કામગીરી માં થોડા સમય પહેલા પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી પાસે ડામર રોડ બનાવી ને કરાયલ. જયારે સર્વિસ રોડ ઉપર કોઈપણ જાતની ગાબડા પૂરવાની કે નવો રોડ બનાવવાની કામગીરી થયેલ નથી પરિણામે વાહન નો જયારે પસાર થાય છે ત્યારે ભારે અવાજ થાય છે. આજુબાજુ રહેતા લોકો તથા વાહન ચાલકો ને ભારે ત્રાસ ભોગવવો પડે છે . જામનગર તથા કચ્છ જતાં વાહનોનો ભારે ટ્રાફીક રહે છે.તાત્કાલિક નવેસરથી સર્વિસ રોડ બનાવવાની માંગણી ઉઠી છે.

(11:49 am IST)