Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

સાયલામાં કોંગ્રેસના ચુંટણી નિરીક્ષક જયેશ ઠાકોરે સંભવિત ઉમેદવારો માટે કાર્યકરો સાથે મસલતો કરી

લીંબડી વિધાનસભાની પેટાચુંટણી સંદર્ભમાં : બેઠકમાં ધારાસભ્યો લાખાભાઇ ભરવાડ, રૂત્વિકભાઇ મકવાણા, નૌશાદ મીર સહિતના જિલ્લા તાલુકામાં કોંગ્રેસના કાર્યકરોએ ભાગ લીધો

વઢવાણ,તા.૭: લીંબડી ૬૧ વિધાનસભા ની સીટ ખાલી થતા ફરી એક વખત જીલ્લામાં ચૂંટણી ચૂંટણી નો દોર યથાવત થવા પામ્યો છે ત્યારે ખાસ કરી લીમડીમાંથી ચુંટાયેલા ધારાસભ્ય સોમાભાઇ પટેલે રાજીનામું આપતા ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી માં વિધાનસભાની ચૂંટણી થવાની નોબત ઊભી થઈ છે ખાસ કરી હાલમાં કોંગ્રેસ પક્ષ સતત સતર્ક બનીને લીમડી ૬૧ વિધાનસભાની પેટા ચૂંટણી માં સતત સતર્ક બની ફરી એક વખત આ બેઠક કોંગ્રેસના હાથમાં આવે તેવા કાર્યો જેવા કે તાલુકા લેવલ થી લઇ બુથ લેવલ સુધી નું આયોજન કેવી રીતે કરવું જેવા અનેક કામો કોંગ્રેસ પક્ષ દ્વારા અગાઉ થી આયોજન કરવામાં આવી રહ્યું છે.

લીંબડી -૬૧ વિધાનસભાની પેટાચૂંટણી ના અનુસંધાને લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિ ની એક બેઠક લીંબડી ખત્રી સામાજ ની વાડી ખાતે યોજાયેલી હતી.જેમા આવનાર લીંબડી વિધાનસભા ની પેટા ચૂંટણી માટે તાલુકા લેવલ થી લય બુથ સુધી નુ આયોજન કેમ કરવુ તે માટે ની ચર્ચા થયેલ.જેમા માજી સાંસદ પાટણના જગદીશભાઈ ઠાકોર વિરમગામ ગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ ચોટીલાના ધારાસભ્ય રૂત્વિકભાઈ મકવાણા આદરણીય નેતા અને પાટડી દસાડા ના ધારાસભ્ય નૌશાદ સોલંકીજી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પના બેન ઘોરીયા તેમજ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી મનુભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય તેમજ તાલુકા પંચાયત સ્દસિય તેમજ બહુ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી, લાખાભાઇ ભરવાડ, ચેતન ખાચર, મનુભાઈ પટેલ, કલ્પનાબેન ધોરીયા, રૈયાભાઈ રાઠોડ સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:47 am IST)