Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

સાત જીલ્લાના ૩પ થી વધુ ડેમો છલકાવી દેતા મેઘરાજા રાજકોટના આજી-ર, આજી-૩ અને ન્યારી-ર છલકાવાની તૈયારીમાં

રાજકોટ-જામનગર-મોરબી-દ્વારકા-પોરબંદર-અમરેલી-સુરેન્દ્રનગરના ૮૦ થી વધુ ડેમોમાં વધુ ર થી ૧૦ ફુટ નવુ પાણી.. : જળરાશી પુષ્કળ ઠલવાતા પાણીનું સંકટ ટળ્યું: ખેડૂતો-લોકો કોરોનાના દુઃખને ભૂલી ભાવવિભોરઃ ભગવાનનો પાડ માન્યો

રાજકોટ તા. ૭ :.. મેઘરાજા ૭ર કલાકથી વહાલ વરસાવી રહ્યા છે, સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ જળબંબોળ છે, અને તેના પરિણામે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૭ જીલ્લા જામનગર-મોરબી-દ્વારકા-પોરબંદર-સુરેન્દ્રનગરના ૮૦ ડેમોમાં આજે સવારે ૮ વાગ્યા સુધીમાં વધુ ર થી ૧૦ ફુટ જેવા નવા પાણીની ધોધમાર આવક થઇ છે.

સાત જીલ્લાના ૩પ થી વધુ ડેમો માત્ર ૪૮ કલાકમાં ઓવરફલો બની ગયા છે, છલકાઇ ગયા છે, અનેક ડેમોના દરવાજા ખોલાયા છે, તો રાજકોટના આજી-ર, આજી-૩, અને ન્યારી-ર છલકાવાની તૈયારીમાં છે, ત્રણેય ડેમને છલકાવામાં માત્ર ર ફુટ બાકી રહ્યાનું નોંધનીય બન્યું છે.

જળરાશી પુષ્કળ પ્રમાણમાં મેઘરાજાએ ઠાલવતા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીનું સંકટ ટળી ગયું છે. ખેડૂતો - લોકો કોરોનાની બીમારીને દુઃખને ભૂલી ભાવવિભોર બની ગયા છે, મેઘરાજા-ઇન્દ્રદેવ - ભગવાનનો આભાર માની રહ્યા છે.

અત્રે ડેમોની વિગત જોઇએ તો...

રાજકોટ જીલ્લો

ડેમનું નામ

નવા પાણીની આવક ફુટમા

હાલની કુલ સપાટી ફુટમાં

ભાદર

૦.૪૬

ર૦.પ૦

મોજ

૧૦.૮૯

૩૭.પ૦

ફોફળ

૦.૭૯

૧પ.૪૦

વેણું-ર

૧.૧પ

૧૬.૪૦

આજી-૧

૦.૮પ

ર૪.૦૦

આજી-ર

૧.૪૧

ર૮.૪૦

આજી-૩

૧૦.૮૬

ર૪.૮૦

સોડવદર

૬.પ૬

૧૪.૬૦

સુરવો

૧.૮૦

૧૭.૬૦

ડોંડી

૧૧.૩ર

પ.૯૦

ગોંડલી

૦.૧૬

૮.૧૦

વાછપરી

૧.૧૮

૬.ર૦

વેરી

--

૯.૪૦ છલકાયો

ન્યારી-૧

૧.૪૮

૧૯.૪૦

ન્યારી-ર

૩.૭૭

૧૮.૭૦

મોતીસર

૪.પ૯

ર.૦૦

ફાડદંગબેટી

૦.૩૩

પ.૩૦

ખોડાપીપર

૭.૩૮

૭.૯૦ છલકાયો

લાલપરી

ર.૦૩

૧ર.૮૦

છાપરવાડી-૧

૩.ર૮

--

છાપરવાડી-ર

પ.૯૧

૩.૪૦

ભાદર-ર

૩.૧ર

૧પ.૩૦

કર્ણકે

--

--

મોરબી જીલ્લો

મચ્છુ-૧

૧.૮૪

ર૪.૦૦

મચ્છુ-ર

૦.૭૯

ર૧.૬૦

ડેમી-૧

ર.પ૩

૧૪.૦૦

ડેમી-ર

ર.૯પ

૧ર.૧૦

ઘોડાધ્રોઇ

૩.૯૪

૬.ર૦

બંગાવડી

૧૧.૩ર

૧પ.પ૦

બ્રાઇમબી-ર

ર.૧૩

૧૧.૩૦

મચ્છુ-૩

૧.૮૭

૧૭.૪૦

ડેમી-૩

૩.૯૪

--

જામનગર જીલ્લો

સસોઇ

૧ર.પ૩

રર ઓવર ફલો

પન્ના

૮.પ૩

૧૪.૬૦ ,,

ફલઝર

૭.પ૧

રર.૦૦ ,,

સપડા

૯.૭૪

૧૮.પ૦ ,,

ફુલઝર-ર

૧૧.૭૮

૧પ.૦૦ ,,

વિજરખી

ર.૩૦

રર.ર૦૦

ડાઇમીણસાર

૪.૯૯

૧ર.૮૦ ,,

ફોફળ

૧ર.૭૩

૧૪.ર૦ ,,

ઉંડ-૩

પ.પ૮

૧૩.૧૦ ,,

આજી-૪

૯.૯૧

૧૪.૯૦

રંગમતી

૧૦.ર૭

૧૩.પ૦

ઉંડ-૧

૧૬.૭૩

ર૪.૩૦

કંકાવટી

૧૦.૧૭

૧ર.૧૦

ઉંડ-ર

ર૭.૦૩

૧૦.૭૦

વાડીઝગ

૧ર.૩૦

૧ર.પ૦ ઓવર ફલો

ફલઝર(કો.બા.)

૬.૦૭

ર૧.ર૦

રૂપાવટી

૧૩.૯૪

૧૪.૯૦ ,,

રૂપારેલ

૧૦.૦૧

૧૦.૩૦ ,,

સસોઇ

૩૭.૪૦

૧૪.૪૦ ,,

દ્વારકા જીલ્લો

ઘી

ર.૮૯

૧૮.૬૦

વર્તુ-૧

૪.૧૦

૧ર.૧૦

ગઢકી

૪.૧૦

૧૬.૧૦ ,,

સોનમતી

ર૧.૮ર

૮.૯૦ ,,

શેઢા ભાડથરી

૪.૪૩

૧ર.૮૦

વેરાડી-૧

૪.૭૬

૧૬.૯૦ ,,

સંધણી

--

૧૧.૦૦ ,,

કાબરકા

૪.પ૯

૬.૬૦

વેરાડી-ર

પ.૦૯

ર૦.૭૦

મીણસાર (વાનાવડ)

--

ર૦.૭૦ છલોછલ

સુરેન્દ્રનગર જીલ્લો

વઢવાણ

૦.ર૦

૭.પ૦

ભોગાવો-૧

--

--

ફલકૂ

૦.૩૩

૩.૮૦

ત્રિવેણી ઠાંગા

૦.૬૬

૧૬.ર૦

લીંબડી

૦.૯૮

--

ભોગાવો-ર

--

--

પોરબંદર જીલ્લો

સોરઠી

--

૧૮.૯૦ છલોછલ

અમરેલી જીલ્લો

સાકરોલી

૩.૪૧

૧૬.૪૦

(11:38 am IST)