Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

સર્વત્ર સાવન ભાદોઃ બોટાદ, રાણપુર ૮ ઇંચ

ચોમાસાની શરૂઆતમાં જ સર્વત્ર પાણીપાણીઃ સારા એવા પહેલા વરસાદે અનેક વિક્રમ તોડી નાખ્યાઃ બે દિ'માં અનેક નદી-નાળા-બંધ છલકાઇ ગયા : હજુ ભરપુર ચોમાસુ બાકી છે ત્યાંજ મેઘાએ હેત વરસાવી દીધું: સૌરાષ્ટ્ર-કચ્છમાં ર૦ ઇંચ જેટલું પાણી વરસી ગયું : સાત જીલ્લાના ૩પ થી વધુ ડેમો છલકાવી દેતા મેઘરાજાઃ રાજકોટના આજી-ર, આજી-૩ અને ન્યારી-ર છલકાવાની તૈયારીમાં

પ્રથમ અને બીજી તસ્વીરમાં લાલપુર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી તસ્વીરમાં ધોરાજી અને ગ્રામ્ય વિસ્તારોમાં પડેલ વરસાદ તથા ડેમમાં નવા નીર નજરે પડે છે. (તસ્વીરઃ કમલેશ આશરા (કાલાવડ), ધર્મેન્દ્ર બાબરીયા ધોરાજી)

રાજકોટ તા. ૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાની શરૂઆતમાં જ ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે. સારા એવા પહેલા વરસાદે જ અનેક વિક્રમ તોડી નાંખ્યા છે. બે દિવસમાં અનેક ડેમ, નદી, નાળા, બંધ છલકાઇ ગયા છે.

સર્વત્ર અષાઢી માહોલ બરાબરનો જામ્યો છે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘેઘરાજા ઓળધોળ થઇ ગયા છે.

ગઇકાલે સાંજથી આજે સવાર સુધીમાં બોટાદ જીલ્લાના બોટાદ અને રાણપુરમાં ૮ ઇંચ વરસાદ પડયો હતો.

હજુ ભરપુર ચોમાસુ બાકી છે ત્યાં જ મેઘરાજાએ હેત વરસાવી દીધુ છે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ ર૦ ઇંચ જેટલું પાણી વરસી ગયું છે.

શનીવારથી શરૂ થયેલ મેઘમહેર આજે સતત ચોથા દિવસે પણ યથાવત છે. અને હળવો-ભારે વરસાદ વરસી રહ્યો છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં ખંભાળીયા છેલ્લા ર૪ કલાકમાં ૧૦ ઇંચ વરસાદ પડયો છે જયારે ભાણવડમાં પ ઇંચ, દ્વારકામાં ર ઇંચ અને કલ્યાણપુરમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.

રાજકોટ જીલ્લાના પડધરીમાં સાડા નવ ઇંચ, લોધીકામાં ૬ ઇંચ, રાજકોટમાં સાડા પાંચ ઇંચ, જામકંડોરણામાંં સાડાત્રણ ઇ઼ચ, ઉપલેટામાં દોઢ ઇંચ, કોટડાસાંગાણી,  જેતપુર, જસદણ, ધોરાજીમાં ૧ ઇંચ, ગોંડલમાં પોણો ઇંચ અને વિંછીયામાં ઝાપટા વરસ્યા છે.

બોટાદ જીલ્લાના બોટાદ અને રાણપુરમાં ૮ ઇંચ, બરવાળામાં ૪ ઇંચ અને ગઢડામાં ર ઇંચ વરસાદ પડયો છે.

પોરબંદર જીલ્લાના રાણાવાવ અને કુતિયાણામાં ૪ ઇંચ, પોરબંદરમાં સાડાત્રણ ઇંચ વરસાદ પડયો છે.

મોરબી જીલ્લાના ટંકારામાં ૪ ઇંચ, માળીયામિંયાણામાં ૬ ઇંચ, મોરબી, હળવદ અને વાંકાનેરમાં ર ઇંચ વરસાદ પડયો છે.

જુનાગઢ જીલ્લાના માંગરોળ, અને માણાવદરમાં ૩ ઇંચ, વંથલી, માળીયાહાટીના, કેશોદ, મેંદરડામાં ર ઇંચ, જુનાગઢ, ભેંસાણમાં ૧ ઇંચ વરસાદ પડયો છે. અમરેલી જીલ્લાના જાફરાબાદમાં ૩ ઇંચ, સાવરકુંડલામાં ૧ ઇંચ, ખાંભામાં દોઢ, તથા ધારી, બગસરા, બાબરા, રાજુલા, લાઠી, વડિયામાં ઝાપટાથી અડધો ઇંચ વરસાદ પડયો છે.

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા અને ધ્રાંગધ્રામાં ર ઇંચ, લખતર, મુળીમાં દોઢ ઇંચ, સાયલા, થાનગઢમાં ૧ ઇંચ, લીંબડી, પાટડીમાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

ભાવનગરના મહુવા અને ગારીયાધારમાં અડધો ઇંચ તથા ઉમરાળા, ઘોઘા, જેશર, તળાજા, પાલીતાણા, ભાવનગર, વલ્લભીપુર, શિહોરમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

ઢાંક

ઢાંકઃ ઉપલેટા તાલુકાના ઢાંક ગામે ત્રીજા દિવસે પણ સતત વરસાદ વરસ્યો છે. તા.૬/૭/ર૦ ના સવારે ૮ વાગ્યાથી તા.૭/૭/ર૦ ના સવારના ૮ વાગ્યા સુધીનો સાડાચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ઢાંક અને આજુબાજુના વિસ્તારોમાં સતત ત્રણ દિવસથી અવિરત મેઘ મહેર વરસી રહી છે.

ધોરાજી

ધોરાજીઃ મેઘરાજાએ મનમુકીને વરસતા ધોરાજી ખાતે આવેલ સફુરાનદીમાં ઘોડાપુર આવેલ અને પંચનાથ મહાદેવ મંદિર પાસે પાણી પહોંચેલ હતું અને પાણીના પુર ઓછા થતા બાળકો નદીના પટમાં નાહતા હતા અને જો આ પણીમાં વધારે તાણ આવે તો બાળકો તણાય જાય જેથી વાલીઓએ પોતાના બાળકોને નદીનાળા કે ચેક ડેમમાં નહાવા ના જાય તેની કાળજી રાખવી જેથી જાહાની ન થાય.

કાલાવડ

કાલાવડઃ કાલાવડમાં કાલે સવારથી ધોધમાર વરસતા બપોર સુધીમાં ર૪૮ મી.મી. ૧૦ ઇંચ વરસાદ પડતા જન-જીવન અસ્તવસ્ત બની ગયું હતું.

કાલાવડની ધોરાવડી ફુલકુ અને કાલાવડ નદીના ઘોડાપુર આવતા નદી કાંઠાના પ૦ જેટલા મકાનો અડધાથી ઉપર ડુબી ગયા હતા બાલંભા ડેમ ઓવરફુલો થયો છે. કાઠાના વિસ્તારના લોકોને સાવચેત કરી સલામત સ્થળે ધસી જવા જણાવામાં આવ્યું છે.નદી કાંઠાના ૩૦૦ જેટલા અસર ગ્રસ્ત લોકોને સલામત સ્થળે તંત્ર દ્વારા ખસેડવામાં આવ્યા છે.

હજુ પણ વરસાદ ચાલુ રહેતા જેથી લોકોનું જન-જીવન અસ્ત-વ્યસ્થ બની જવા પામ્યું હતુ઼ કાલાવડની બધીજ જ નદીઓમાં ઘોડાપુર આવતા લોકો પુર જોવા નિકળી પડયા હતા. બાલંભડી ડેમ ઓરવ ફલો થયો છે.

કોડીનાર

કોઠીનાર : કોડીનાર તાલુકામાં આજે સતત ચોથા દિવસે પણ મેઘરાજાએ ધામાકેદાર બેટીંગ કરતા કોડીનાર શહેરમાં તાલુકાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં૩ ઇંચ વરસાદ નોંધાયો છે કોડીનાર તાલુકાના ગીર જંગલના નજીકના ગ્રામ્ય વિસ્તારો ઘાટવડ, જામવાળા, છાછર, સુગાળા, વડનગર, સીધાજ, કંટાલા, ગીર, દેવળી, વાલાદર, સાંઢીધાર, અરણેજ, ફાચારિયા, પેઢાવાળા, સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આજે ૧ થી ૩ જેટલો વરસાદ પડયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. જયારે કોડીનાર તાલુકાના જીવાદોરી સમાન શિંગોડા ડેમમાં આજે વધુ ૧ ઇંચ વરસાદ સાથે મૌસમનો કુલ વરસાદ ૪પ૦ મી.મી. નોંધાયો છે જયારે કોડીનારમાં કાલનો ૭૦ મી.મી.વરસાદ સાથે મૌસમ નો કુલ વરસાદ ૪૯૦ મી.મી. નોંધાયો છે.

છેલ્લા ર૪ કલાકમાં આજે સવારના ૮ વાગ્યા સુધીમાં પડેલા વરસાદના આંકડા નીચે મુજબ છે.

દેવભુમી દ્વારકા

કલ્યાણપુર

૩૩

મી.મી.

ખંભાળીયા

ર૭૧

મી.મી.

દ્વારકા

૪૬

મી.મી.

ભાણવડ

૧ર૬

મી.મી.

રાજકોટ

ઉપલેટા

૩૪

મી.મી.

કોટાડાસાંગાણી

ર૮

મી.મી.

ગોંડલ

૧૭

મી.મી.

જેતપુર

ર૪

મી.મી.

જસદણ

રપ

મી.મી.

જામકંડોરણા

૭૪

મી.મી.

ધોરાજી

ર૬

મી.મી.

પડધરી

ર૩ર

મી.મી.

રાજકોટ

૧૩૪

મી.મી.

લોધીકા

૧૪૯

મી.મી.

વિંછીયા

મી.મી.

બોટાદ

ગઢડા

પ૦

મી.મી.

બરવાળા

૯પ

મી.મી.

બોટાદ

૧૯૧

મી.મી.

રાણપુર

૧૮પ

મી.મી.

પોરબંદર

પોરબંદર

૮પ

મી.મી.

રાણાવાવ

૯પ

મી.મી.

કુતિયાણા

૯૧

મી.મી.

 મોરબી

મોરબી

પપ

મી.મી.

વાંકાનેર

૪૩

મી.મી.

હળવદ

પ૮

મી.મી.

ટંકારા

૧૦૦

મી.મી.

માળીયામિંયાણા

૭૩

મી.મી.

જુનાગઢ

કેશોદ

પ૬

મી.મી.

જુનાગઢ

ર૯

મી.મી.

મેંદરડા

૪૪

મી.મી.

મેંદરડા

૪૪

મી.મી.

માંગરોળ

૭ર

મી.મી.

માણાવદર

૭પ

મી.મી.

માળીયાહાટીમાં

૪૯

મી.મી.

વંથલી

પર

મી.મી.

ભેંસાણ

ર૬

મી.મી.

વિસાવદર

૩૮

મી.મી.

અમરેલી

અમરેલી

મી.મી.

ખાંભા

૩૦

મી.મી.

જાફરાબાદ

૭૧

મી.મી.

સાવરકુંડલા

ર૪

મી.મી.

ધારી

મી.મી.

બગસરા

૧૧

મી.મી.

બાબરા

૧૧

મી.મી.

રાજુલા

૧ર

મી.મી.

લાઠી

૧૦

મી.મી.

લીલીયા

મી.મી.

વડિયા

૧પ

મી.મી.

સુરેન્દ્રનગર

ચોટીલા

પપ

મી.મી.

ચુડા

૧૦

મી.મી.

પાટડી

૧૧

મી.મી.

ધ્રાંગધ્રા

૪૩

મી.મી.

થાનગઢ

રર

મી.મી.

લખતર

૩૩

મી.મી.

લીંબડી

૧ર

મી.મી.

મુળી

૩પ

મી.મી.

સાયલા

ર૪

મી.મી.

વઢવાણ

૧૦

મી.મી.

ભાવનગર

ઉમરાળા

મી.મી.

ગારીયાધાર

૧૧

મી.મી.

ઘોઘા

મી.મી.

જેશર

મી.મી.

તળાજા

મી.મી.

પાલીતાણા

મી.મી.

ભાવનગર

મી.મી.

મહુવા

૧૪

મી.મી.

વલ્લભીપુર

મી.મી.

શિહોર

મી.મી.

(11:29 am IST)