Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

કચ્છના નાના રણમાં માણાબા પંથકમાં ધોધમાર દોઢથી બે ઇંચ વરસાદ : ભચાઉના કાંઠાળ વિસ્તારમાં અડધો ઇંચ : ભારે પવન ફુંકાતા અનેક ઝાડ-થાંભલા ધરાશાયી

કચ્છના નાના રણમાં માણાબા પંથકમાં ધોધમાર દોઢથી બે ઇંચ વરસાદ પડ્યો હતો. જેને પગલે મીઠાના અગરોમાં પાણી ભરાયા છેભચાઉના કાંઠાળ વિસ્તાર જંગી, વાઢીયા, શિકારપુરમાં અને રાપર શહેર ઉપરાંત ધોળાવીરા, બાલાસર, મોવાણા સહિતના 25 જેટલા ગામોમાં વેગીલા વાયરા સાથે અડધોથી પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો તેમ થાંભલા ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું છે.

(11:35 pm IST)