Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ધ્રાંગધ્રા પાસે પાંચ ગામનો દારૂ ભરેલો ટેમ્પો પકડાયોઃ પોલીસે વાહન રોકતા જ ૩ આરોપી પાછળથી ઉતરી નાસી ગયા!

વઢવાણ, તા.૭: ગુજરાત મા દારુ બંધી માત્ર કાગળો ઉપર જ હોય તેવુ લાગે છે. રાજયમા દારુની બંધી હોવા છતા પણ દરરોજ કરોડો રૂપિયાનો વિદેશીદારુ રાજય મા ઘુસાડવામા આવે છે જોકે આ કરોડોના દારુમાથી માત્ર ત્રણ ટકાજ પોલીસ પકડી પાડવામા સફળ રહે છે. ત્યારે ગઇકાલે ધ્રાગધ્રા ના ગ્રામ્ય વિસ્તાર જીવા અને કોંઢ રોડ પાસે થી વિદેશી દારુ ભરેલો ટાટા કંપની નો ટેમ્પો નિકળતા હોવાની બાતમી મળતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ નો સ્ટાફ વોચ મા હતો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા તાલુકા પી.આઇ રાઠવા સાહેબ ના સુચના હેઠળ ધાંગધ્રા તાલુકા ના પી.એસ.આઇ વાદ્ય સાહેબ તથા હેડ કોસ્ટેબલ ગજેન્દ્રસિંહ રાણા,સંજય પાઠક, ખુમાનસિંહ, ધીરુભ, સોયબભાઈ સહિત નો સ્ટાફ પેટ્રોલિંગ માં હતો

 તે દરમિયાન જીજે-૧૯-ટી-૨૨૮૬ નંબરવાળી શંકાસ્પદ ટેમ્પો નિકળતા તેને આતરી લઇ પાછળ કેબીન મા તપાસ કરતા ટેમ્પામાંથી ત્રણ ઇસમો ફરાર થઇ ગયા હતા અને ટેમ્પાને પકડી પાડવામાં તાલુકા પોલીસ સફળ રહી હતી ટેમ્પો ને ઝડપી લઇ ટેમ્પા મા વિદેશી દારુના નંગ ૮૦૪ કિમંત રૂ.૫,૦૪,૦૦૦ અને ટાટા કંપનિ નો ટેમ્પો જેની કિંમત રુપિયા.૩,૫૦,૦૦૦ એમ કુલ મળી ૮,૫૪,૦૦૦ ના મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો તેવામા આ જે ત્રણ શખ્સો ટેમ્પા મા સવાર હતાં તે શખ્સો પર કાયદેસર ની કાયઁવાહી કરી વધુ તપાસ માટે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા આ શખ્સો ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે વધુ તપાસ તાલુકા પોલસ સ્ટેશન ના પી.આઇ રાઠવા ચલાવી રહ્યા છે તયારે આ દારુ નો જથ્થો કયાથી આવ્યો અને કોને પહોચાડવાનો હતો તે દિશા મા પોલીસે તપાસ આદરી છે.(૨૨.૧૧)

(12:34 pm IST)