Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

અમરેલી જીલ્લામાં રખડતા પશુઓને રહેઠાણ ઘાસચારાની વ્યવસ્થા કરવા આદેશ

જીલ્લા પ્રાણી અત્યારચાર નિવારણ સમિતીની આયુષકુમાર ઓકના અધ્યક્ષરથાને બેઠક યોજાઇ

અમરેલી, તા.૬: કલેકટરશ્રી આયુષકુમાર ઓકના અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિની સામાન્ય સભાની બેઠક યોજાઇ હતી.

બેઠકમાં કલેકટરશ્રી આયુષકુમાર ઓકે, રખડતા પશુઓને રહેઠાણ, પીવાનું પાણી અને દ્યાસચારો મળી રહે તે માટે પાંજરાપોળ બનાવવા માટે જમીન સંપાદન સંબંધિત જરૂરી કાર્યવાહી કરવા સૂચન કર્યુ હતુ. પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિમાં વધુ સભ્યોની નિમણૂંક કરતા પહેલા પ્રાણી અત્યાચાર નિવારણ તમામ સભ્યોની પ્રવૃત્ત્િ। ચકાસવી તેમજ પ્રાણી અત્યાચાર નિવારણ સાથે સંકળાયેલ કામગીરી કરતી સંસ્થાઓને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતુ. 

કલેકટર કચેરી-અમરેલી ખાતે યોજાયેલ આ બેઠકમાં ગત વર્ષના હિસાબો, આજીવન સભ્યોની સંખ્યા વધારવા, બિલોના ચૂકવણા સહિતના મુદ્દાઓની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના સભ્યશ્રીઓએ વન્યપ્રાણીની સાવચેતી-સલામતી, પશુ-પંખી માટે ચણ-પાણીની વ્યવસ્થા કરવી, રખડતા ઢોરનું ખસીકરણ કરવું અને દ્યાયલ પશુઓ માટે સુવિધાસભર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી.

સમગ્ર બેઠકનું સંચાલન પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના સભ્ય સચિવ અને નાયબ પશુપાલન નિયામકશ્રી નરોડીયાએ કર્યુ હતુ.

બેઠકમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પાંડોર, નાયબ જિલ્લા પોલીસ અધિકારીશ્રી દેસાઇ, સંબંધિત અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ તેમજ પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના સભ્ય સર્વશ્રી શેખવા, શ્રી પરીખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.(૨૨.૩)

(12:33 pm IST)