Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

માળીયામિયાણા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં કારનો બુકડો : બે નો બચાવ

માળીયામિંયાણા, તા. ૭ : માળીયામિંયાણા કચ્છ હાઈવે પર સુરજબારીના પુલ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત કારનો બુકડો બોલી ગયો બેનો ચમત્કારિક બચાવ થયો હતો. સુરજબારી પુલ નજીક ટ્રક અને કારના અકસ્માતમાં કારમાં સવાર બંને વ્યકિતઓનો ચમત્કારિક બચાર્વી. માળીયામિંયાણા કચ્છ નેશનલ હાઈવે પર સુરજબારીના પુલ નજીક કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેમા કારનો બુકડો બોલી ગયો હતો પ્રાપ્ત વિગત મુજબ માળીયા કચ્છ હાઈવે પર સુરજબારીના પુલ નજીક કાર અને ટ્રક વચ્ચેની જોરદાર ટક્કરમાં કારનો બુકડો બોલી ગયો હતો જેમા સવાર બંને વ્યકિતઓનો ચમત્કારિક બચાવ થયો હતો કારની હાલત જોતા જ એવુ લાગે કે આ અકસ્માતમાં કોઈ બચ્યુ નહી હોય પણ કહેવાય છેને જેને રામ રાખે તેને તે કહેવત પ્રમાણે આ અકસ્માતમાં બંને વ્યકિતઓને સામાન્ય ઈજા થઈ હોવાનુ જાણવા મળેલ છે જેનો ચમત્કારિક બચાવ થયો હતો અકસ્માતના પગલે લોકોના ટોળા ઉમટ્યા હતા જોકે પોલીસ અને ૧૦૮ દ્યટનાસ્થળ પર પોલીસે પહોંચી ટ્રાફિકને ખુલ્લો કર્યો હતો. (૯.૩)

(11:55 am IST)