Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ગઢડા અને બરવાળા નગરપાલિકા વિસ્તારમાં ૫૦ માઈક્રોન કરતા ઓછી જાડાઈની પ્લાસ્ટીક થેલી પર પ્રતિબંધ

બોટાદ, તા.૭: બોટાદ જિલ્લાના ગઢડા અને બરવાળા નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રીએ એક જાહેરનામા દ્વારા ગઢડા અને બરવાળા શહેરમાં જાહેર સુખાકારી તથા આરોગ્ય અને પર્યાવરણની જાળવણીને  ધ્યાનમાં રાખી પ્લાસ્ટીક વેસ્ટ મેનજમેન્ટ રૂલ્સ, ૨૦૧૬ અનુસાર ૫૦ માઈક્રોન કરતા ઓછી જાડાઈની પ્લાસ્ટીક બેગ્સ (થેલી) ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.        આ જાહેરનામાં વધુમાં જણાવ્યા મુજબ પ્લાસ્ટીકની થેલીના વેચાણકર્તા, ઉત્પાદનકર્તા અને વપરાશકર્તાએ તાત્કાલિક ધોરણે આ પ્રકારની થેલીનો નાશ કરવો અથવા ગઢડા અને બરવાળા નગરપાલિકા કચેરીની આરોગ્ય શાખાને તેની સોંપણી કરવી. જો કોઈપણ વેચાણકર્તા કે ઉત્પાદનકર્તા આ પ્રકારની થેલીનો વપરાશ કરતા જણાઈ આવશે તો તાત્કાલિક ધોરણે તેઓને પ્રથમ વખત માટે રૂપિયા ૨૫૦/- નો દંડ કરવામાં આવશે. જો તેજ આસામી કે સંસ્થા બીજી વખત ઉકત જોગવાઈનો ભંગ કરતા જણાઈ આવશે તો તેઓના વેપારી પરવાના રદ કરવા કાર્યવાહી કરવામાં આવશે અને ત્યારબાદના ભંગ બદલ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે.

(11:51 am IST)