Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

તળાજા કોર્ટનું વારંવાર સમન્સ છતા હાજર ન રહેતા ત્રણ શખ્સોને જેલમાં ધકેલ્યા

બે વ્યકિતઓને રૂ. ૧૦૦-૧૦૦નો ફટકાર્યો હતો દંડ કોર્ટની અવગણના કરનાર સામે કડક હાથે કાર્યવાહી

ભાવનગર, તા.૭: તળાજા નામદાર કોર્ટ દ્વારા વારંવાર બજાવાતા સમન્સ છતાં  હાજર ન રહેતા શખ્સો કડક કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી અને દેવલીના મળી ત્રણ શખ્સોને જેલ વોરંટ ભરી જેલમાં ધકેલી દીધા છે તો બે શખ્સોને હવે હાજર નહીં રહે તો જેલમાં જવુ પડશે તેમ કહી રોકડ નાણાનો દંડ ભરાયો હતો.

કોર્ટના આદેશની અનેક લોકો અવગણના કરતા જોવા મળે છે. કાયદો એટલે શું? તેવા તેવર દાખવતા જોવા સાંભળવા અને વર્તતા જોવા મળે છે ત્યારે કાયદા અને કોર્ટના આદેશનું પાલન ન કરનારાઓ સામે અને કાયદાને તોડનારા વિરૂધ્ધ તળાજા કોર્ટ આકરા પાણીએ બની છે. જેની કહી શકાય કે વર્તમાન સમયે તાતી જરૂર છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે તળાજા નજીકના ગામના બે અને દેવલી ગામનો એક મળી ત્રણ શખ્સોના આજે તળાજા નામદાર કોર્ટએ જેલ વોરંટ ભર્યા હતા. આ શખ્સો વારંવાર સમન્સ આપવા છતાં હાજર ન રહેતા હોય તળાજા કોર્ટએ કાયદાનું ચૂસ્તપાલન થાય તે હેતુસર કડક પગલું ભર્યુ હતું.

ઉપરાંત બે દિવસ પહેલા નામદાર કોર્ટ સમક્ષ હાજર થયેલ બે શખ્સોને કોર્ટ બોલાવે ત્યારે હાજર કેમ નથી રહેતા? તેવો સવાલ કરી કોર્ટમાં હાજર નહીં રહેતો જેલમાં મોકલવાની ચિમકી સાથે કોર્ટએ બંનેને ૧૦૦-૧૦૦ નો દંડ ફટકાર્યો હતો.

(11:47 am IST)