Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ઉનાની આંગડીયા ઓફિસમાં લૂંટના પ્રયાસ કરનારા બુકાનીધારીઓને પકડવા તપાસ

ઉના, તા. ૭ : ભરબપોરે આંગડીયાની ઓફિસમાં બે બુકાનીધારી યુવાનો લૂંટ કરવાના ઇરાદે ઘુસી મરચાની ભૂકી છાંટી આંગડીયાના સંચાલક ઉપર હુમલો કરી નાસી ગયા હતાં.

કાયદો ને વ્યવસ્થા પડી ભાંગી હોય તેમ મારામારી લૂંટના બનાવ વધ્યા છે. બપોરના એસ.ટી. બસ સ્ટેશન પાછળ માર્કેટ સામે કોમ્પ્લેક્ષના ઉપરના ભાગે આવેલ વી. પટેલ આંગડીયાની પેઢીમાં લુહાણા ચીરાગભાઇ અરૂણભાઇ ગટેચા (ઉ.વ.૩૧) રે. કોડીનાર  ઓફીસમાં બેઠા હતાં ત્યારે બે અજાણ્યા શખ્સો પાતળા બાંધાના મોઢે રૂમાલ બાંધી લૂંટ કરવાના ઇરાદે ચીરાગભાઇના આંખમાં મરચાની ભૂક્કી છાંટી બીજા આરોપીએ લોખંડના પાઇપના ટુકડા વતી હુમલો કરી માથમાં ઇજા કરતા લોહીલુહાણ હાલતમાં પ્રતિકાર કરી રાડો નાખતા લોકો ભેગા થઇ જતા બન્ને શખ્સો ભાગી ગયા હતાં.

પોલીસને જાણ થતા અને સી.સી. કેમેરામાં આરોપીની હરકતો ફોટા આવી જતાં ઉના પોલીસે ચિરાગભાઇની ફરીયાદ નોંધી તપાસ પીએસઆઇ જે.વી. ચુડાસમા તપાસ કરી રહ્યા છે. ચિરાગભાઇને સારવાર માટે દવાખાને ખસેડેલ છે. પોલીસે નાકાબંધી કરી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી.

(11:46 am IST)