Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ઘોઘલાના ભારતીબેન કેરીના બોક્ષમાં બિયર લઇ બસમાં આવતા કોડીનાર ઝડપાઇ ગયા :

દિવથી વેરાવળ ચાલતી એકતા ટ્રાવેલ્સની ખાનગી બસમાં દારૂ આવતો હોવાની માહિતી મળતા કોડીનાર પોલીસે ઉના રોડ હાઇવે પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાન એકતા ટ્રાવેલ્સની બસ રોકાવી ચેક કરી હતી, પરંતુ વાંધાજનક કશું મળ્યું ન હતું, પરંતુ બસમાં પડેલા બે કેરીના બોક્ષમાં શંકા જતા તેની તલાશી લેતા તેમાંથી ૪૬ નંગ બીયરના ટીન મળી આવતા આ બોક્ષ ઘોઘલાના ભારતીબેન મહેન્દ્રભાઇ બારૈયાનું હોવાનું ખૂલતા તેમની અટક કરી રૂ. ૪૬૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ટ્રાવેલ્સ ચાલકની પણ પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે કેરીના બોક્ષમાં દારૂની હેરાફેરી કરનાર તત્વોમાં ફફડાટ મચી ગયો છે.

(11:45 am IST)