Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

માળિયાના ભીમસર ચોકડી નજીક ખેતતલાવડીમાંથી યુવાનનો નગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો:પોલીસ દોડી

મૃતકની હાલત વધુ ખરાબ હોવાથી પીએમ માટે રાજકોટ ખસેડાયો :મૃતકના હાથમાં ટાઇગરનું ટેટુ

 

માળીયાના ભીમસર ચોકડી નજીક ખેત તલાવડીમાંથી યુવાનનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાની જાણ થતા પોલીસ ટીમ દોડી ગઈ હતી

બનાવનીજાણ થતા માળિયા પોલીસના અમુતભાઈ પટેલ સહિતની ટીમ ત્યાં દોડી ગઈ હતી અને ત્યાં મૃતદેહ પાણીમાંથી બહાર કાડવામાં આવ્યો ત્યારે તે નગ્ન હાલતમાં હતો તેના એક હાથમાં ટાઈગર નું ટેટુ તો બીજા હાથમાં પણ ટેટુ દોરાવેલું હતું

 પોલીસ યુવકના મૃતદેહ ને પી.એમ. માટે હોસ્પિટલ ખસેડાયો હતો પણ મૃતદેહ ની હાલત વધુ ખરાબ હોવાથી તેને રાજકોટ મોકલવમાં આવ્યો હતો અને પોલીસે યુવકની ઓળખ મેળવા તેમજ કેવી રીતે યુવાન નું મોત થયું તેની પણ તપાસ ચલાવી રહી છે

 

(10:59 pm IST)