Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ખંભાળીયા અને મીઠાપુરમાં જુગાર રમતા ચાર સહિત નવ ઝડપાયા

 

 જામ ખંભાળિયા, તા.૯  :   ખંભાળિયા શહેરના ગાયત્રીનગર વિસ્‍તારમાં હાઉસિંગ બોર્ડ સોસાયટીના ક્‍વાર્ટરમાં રહેતા રમેશભાઈ મૂળજીભાઈ વાઢેર નામના શખ્‍સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી, અને પોતાના ઘરમાં જુગારીઓને જુગાર માટેની સુવિધાઓ પુરી પાડી, ચલાવતા અખાડા પર પોલીસે જુગાર દરોડો પાડયો હતો.

આ દરોડામાં પોલીસે આરતીબેન ઊર્ફે મનિષાબેન મહેશભાઈ થાનકી, નીતાબેન કમલેશગીરી દેવગીરી ગોસ્‍વામી, સુનિતાબેન સુરેશભાઈ હીરાભાઈ સોનગરા અને રીટાબેન ભરતભાઈ ઠક્કર નામના ચાર મહિલાઓ સહિત પાંચેયને  રૂા. ૧૮,૬૦૦ નો મુદ્દામાલ સાથે ઝડપીને કાર્યવાહી કરી હતીે.

 અન્‍ય એક દરોડો મીઠાપુર પોલીસે કાંકરી ગેઈટ વિસ્‍તારમાં પાડયો હતો. આ સ્‍થળે એક હોટલની પાછળના ભાગે બેસીને તીનપતીનો જુગાર રમી રહેલા સુમરાભા ડાડાભા નાયાણી, નિલેશ મનસુખભાઈ પંચમતિયા, હરીશ ફકીરભાઈ સલેટ અને સબીર ઉમરભાઈ ચાવડા નામના ચાર શખ્‍સોને પોલીસે ઝડપી લઇને રૂા. ૫,૩૮૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

(1:21 pm IST)