Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

પૂ. વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવની સાદાઈથી ઉજવણી

કોરોના મહામારીમાંથી મુકિત આપવા પ્રાર્થનાઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાવિકો દ્વારા ઘરેબેઠા પૂજા-અર્ચન સહિતના કાર્યક્રમો

રાજકોટ, તા. ૭ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે વૈષ્ણવ સમાજ દ્વારા પૂ. વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૫૪૪માં પ્રાગટ્યોત્સવની સાદાઈથી ઉજવણી કરવામાં આવી છે.

કોરોના મહામારીમાંથી મુકિત આપવા પ્રાર્થના કરવામાં આવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાવિકો દ્વારા ઘરેબેઠા પૂજન-અર્ચન સહિતના કાર્યક્રમો યોજાયા છે.

વિક્રમ સંવત ૧૫૩૫માં ચૈત્રવદ એકાદશીના દિવસે પુષ્ટીમાર્ગીય સંપ્રદાયના સ્થાપક એવા પૂ. શ્રીમદ્દ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનું પ્રાગટય છત્તીસગઢ રાજ્યના રાયપુર નજીક ચંપારણ્ય ધામ ખાતે થયુ હતું.

(11:47 am IST)