Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

મહુવાના આસરાણી રામકૃષ્ણ સ્કુલ એન્ડ હોસ્ટેલને ઈન્ડિયન એજ્યુ. એવોર્ડ

કુંઢેલી, તા. ૭ : મહુવા તાલુકાના આસરાણા ચોકડી ખાતે સંત સાનિધ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રામકૃષ્ણ સ્કુલ એન્ડ હોસ્ટેલને ઉત્તમ શિક્ષણ અને કલ્ચરલ એક પ્રવૃતિ અંગે ઈન્ડિયન એજ્યુકેશન એવોર્ડ ૨૦૧૯માં એવોર્ડ માટે પસંદગી થયેલ છે.

આ એવોર્ડ સમારોહ ન્યુ દિલ્હી ખાતે દેશ-વિદેશના વૈજ્ઞાનિક અને શિક્ષણવિદોની ઉપસ્થિતિમાં ડો.સુરેન્દ્રપલ (વાઈસ ચાન્સલેસર ડાયટ પુના), ડો.એશ્વેરાય (એમ્બેસેડર રી-પબ્લીક ઓફ બેલુરસ) લેફટ જનરલ વિનોદ ભાટીયા, ડો.એચ.કે. ચદરાના (ચીફ સાયન્ટીસ્ટ, ચંદીગઢ), ડો.જશવિન્દર નરોલા (બોલીવૂડ સિંગર), ડો.મધુકાંત પટેલ (વૈજ્ઞાનિક ઈસરો) તેમજ વિવિધ શિક્ષણવિદો મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહ્યા હતા.

સમારોહમાં રામકૃષ્ણ સ્કુલ એન્ડ હોસ્ટેલને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સંસ્થાના ડાયરેકટરશ્રીઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સંસ્થાના પ્રમુખ માયાભાઈ આહીરની પ્રેરણા તેમજ શિક્ષણ પ્રત્યેના પ્રેમને કારણે વિદ્યાર્થી અને શિક્ષકશ્રીઓના મહેનતની ફલશ્રુતિ રૂપે એવોર્ડ પ્રાપ્ત થયો છે. છેલ્લા ૭ વર્ષથી આ વિસ્તારમાં ચોક્કસ વિચારધારા સાથે આગળ વધતી આ સંસ્થા જેના મુખ્ય ઉદ્દેશો ઉત્તમ શિક્ષણ, શ્રેષ્ઠ સુવિધા તેમજ સંસ્કારોનું ઘડતર ધ્યેય રહ્યો છે.

(11:35 am IST)