Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

જામનગર ખીજડિયા બાયપાસ પાસે ગેસ ટેન્કર પલટી ખાઈ જતા લોકોમાં ગભરાટ

ફાયર બ્રિગેડ સમયસર પહોંચતા મોટી દુર્ઘટના ટળી :રાજકોટ જામનગર હાઇવે એકસાઇટ બંધ

જામનગર ખીજડિયા બાયપાસ પાસે એક ગેસ ટેન્કર પલટી ખાઇ ગયું છે. ટેન્કરમાંથી ગેસ લીકેજ થતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે ફાયર ફાઈટર ઘટના સ્થળે સમયસર પહોંચવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

   ટેન્કર પલટી ખાઇ જતાં જામનગર-રાજકોટ હાઈવેની એક્સાઇડ બંધ કરાઇ હતી.જોકે ત્યાબાદ મોડેથી વાહન વ્યવહાર પૂર્વવત ચાલુ કરાયો હતો

  આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની સર્જાઈ નથી. જોકે ટેન્કર ડ્રાઈવરને સામાન્ય ઇજા થતા ૧૦૮ દ્વારા દવાખાને પહોંચાડયો હતો.

(11:47 pm IST)