Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

૯.૯ર લાખની કિંમતની જુની ચલણી નોટો સાથે ઝડપાયેલા દેવીપુજક શખ્સની પુછતાછ

સુરેન્દ્રનગર એલસીબીએ સાયલાના ટીટોડા ગામેથી ૧૦૦૦ના દરની ૩૭૪ ૮૦પ અને પ૦૦ના દરની નોટો લીધી કબ્જે

તસ્વીરમાં પોલીસ સ્ટાફ તથા પકડાયેલ શખ્સ (નીચે બેઠેલો) દર્શાય છે.

વઢવાણ, તા., ૭: સાયલા ખાતેથી પોલીસે ભારત સરકાર દ્વારા બંધ કરાયેલી રૂ. પ૦૦ અને ૧૦૦૦ના દરની ૭૪ નોટ સાથે એક શખ્સ પકડી પાડયો છે.

રાજકોટ રેન્જના ડીઆઇજી ડી.એન.પટેલ, સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણીની સુચનાથી ભારત સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ ચલણી નોટો શોધવા સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ઇન્સ. એન.કે.વ્યાસના માર્ગદર્શન હેઠળ એલસીબી પો.સબ ઇન્સ. આર.ડી.ગોહીલ, હેડ કોન્સ. કિશોરભાઇ ઘેલાભાઇ, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ, પ્રતાપસિંહ મોબતસિંહ, કોન્સ. વિજયસિંહ રાણા, જે.જે પરમાર સહીતના સ્ટાફ સાયલા ખાતે પેટ્રોલીંગમાં હતો ત્યારે પો.હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ, કિશોરભાઇ ઘેલાભાઇને મળેલી સંયુકત બાતમીના આધારે ટીટોડા ગામે દેવીપુજક રાજેશ ગજુભાઇ કાવેઠીયા પાસેથી ભારત સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ ચલણી નોટો ઝડપાઇ હતી. જેમાં ૧૦૦૦ના દરની કુલ નોટ ૮૦પ કિ. રૂ. ૮,૦પ,૦૦૦ તથા રૂ. પ૦૦ ના દરની કુલ નોટ ૩૭૪ કિ. રૂ. ૧,૮૭,૦૦૦ એમ કુલ રૂ. ૯,૯ર,૦૦૦ની જુની ચલણી નોટો મળી આવતા વધુ તપાસાર્થે પુછતાછ સહીતની કાર્યવાહી સાયલા પોલીસે આગળ ધપાવી છે.

(2:17 pm IST)