Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

જયાં સુધી મારા ગુજરાતના લોકો દુઃખી છે ત્યાં સુધી લોકોની લડાઇ લડતો રહીશઃ હાર્દિક પટેલ ભાવનગર જીલ્લામાં

 ભાવનગર : અનામત ખેડૂત અને યુવાનો ના મુદ્દે યોજાનાર ગુજરાત જનજાગૃતિ યાત્રા ના આયોજન ને લઈને આજે ભાવનગર ના મુખ્ય સક્રિય કાર્યકર્તાઓ સાથે મિટિંગ કરવામાં આવી.તમામ લોકોમાં ખુબ જ ઉત્સાહ છે.તમામ યુવાનો સમાજ અને શોષિત વર્ગ ના પરિવારો માટે લડવા માટે તૈયાર છે. આ લડાઈમાં અમારી જીત થશે કેમ કે લડાઈ સત્યના માર્ગે છે. વિષયઃ દુઃખી લોકોની વાત કરે એનો વિરોધ જરૂરી છે ?? શું તેને મુદ્દો ભટકી ગયો કહેવાય ?? હાર્દિક અનામત નો મુદ્દો ભટકી ગયો છે આવું કહેવા વાળા ને મારે એક હકીકત બતાવવી છે.આજે હુ ભાવનગર જિલ્લા ના દ્યોદ્યા તાલુકા ના બાર ગામ ના ખેડૂતો ની જમીન પચાવી પાડવાના મુદ્દે આંદોલન કરી રહેલા ખેડૂતો ને મળવા પહોંચ્યો હતો, મિત્રો આ બાર ગામ ના ૫૦૦૦ ખેડૂતો એ ભાજપ સરકાર ની નીતિ ઓ થી કંટાળી ને રાષ્ટ્રપતિ સમક્ષ આત્મહત્યા ની મંજૂરી માંગી છે.આ વાત ની જાણ થતાં જ હું આ ખેડૂતો ને મળવા ના આવુ તો ખેડૂત ના દીકરા તરીકે મને ધિક્કાર છે અને જો આજ વાત ને લઇ ને કોઈ મારો વિરોધ કરતું હોય તો એ વિરોધ મને મંજુર છે.આજે અસંખ્ય ખેડૂતો ની વચ્ચે જઇ ને તેમની તમામ સમસ્યાઓ સાંભળી અને તેમની આ લડાઈ માં હું પહેલો ઉભો રહીશ.દોસ્તો છેલ્લે એટલું જ કહીશ કે હું પટેલ ની વાત એટલે કરું છું કેમ કે હું પટેલની કુખે જન્મ્યો છું અને આ મારો સમાજપ્રેમ છે,હું ખેડૂત ની વાત એટલા માટે કરું છું કેમ કે હું ખેડૂત નો દીકરો છું અને આ મારો ખેડૂતપ્રેમ છે,હું યુવાનો ની વાત એટલા માટે કરું છું કેમ કે હું ખુદ એક યુવાન છું અને જયારે હું ભારતરાષ્ટ્ર ની વાત કરું તો હું ભારતીય છું અને મારા આ કાર્ય ને કોઈ રાજનીતિ સમજતું હોયતો એ લોકો ને રાજનીતિ મુબારક છે.જયાં સુધી મારા ગુજરાત ના લોકો દુઃખી છે ત્યાં સુધી હાર્દિક પટેલ એ લોકો ની લડાઈ લડતો રહીશ.

(2:15 pm IST)