Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

ચોટીલા વોર્ડ નં ૪ ની પેટા ચૂંટણીમાં ૪૫.૪૧ ટકા મતદાન : કાલે પરિણામ

ચોટીલા, તા.૭: કોગ્રેસ શાસિત ચોટીલા નગર પાલિકામાં વોર્ડ નંબર ૪નાં કોગ્રેસના સદસ્‍યએ આપેલ રાજીનામાં બાદ આવેલ પેટા ચૂંટણી જંગમાં ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે વર્ચસ્‍વ ની લડાઇ જામેલ હતી જેનું તા. ૬ને રવીવારે યોજાયેલ મતદાનમાં ગરમીની અસરને કારણે ૪૫.૪૧ ટકા જેટલું મતદાન થયેલ છે.

આ પેટા ચૂંટણી માટે બે અપક્ષો સાથે ભાજપ કોગ્રેસનાં ઉમેદવારો વચ્‍ચે મુખ્‍ય જંગ જામેલ હાલની સ્‍થિતીમાં ૬ વોર્ડ ની પાલીકામાં ૧૨ સદસ્‍યો સાથે કોગ્રેસ સત્તા સંભાળે છે અને ભાજપ ૧૧ સદસ્‍ય સાથે વિપક્ષની ભૂમિકામાં છે ત્‍યારે આ એક સભ્‍યની બેઠક પાલિકાનાં રાજકારણમાં હુકમનાં એકકા સમાન હોવાથી બંને પાર્ટીની પ્રતિષ્ઠા સમાન બનેલ છે. આજે મતદાન બાદ ઈવીએમ મશીન સ્‍ટ્રોંગ રૂમમાં સીલ કરાયેલ છે જેની તા. ૮ ને મંગળવારનાં મત ગણગતરી સાથે હાર જીતનો ફેસલો થશે.

 

(1:18 pm IST)