Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

જૂનાગઢમાં યુનિવર્સલ આઇ.ડી. ઓફ પર્સન્સ વીથ ડીસેબીલીટી યોજના માટેનાં દિવ્યાગો માટેનું કાર્ડની અરજી તાલુકાનાં બી.આર.સી. ભવન ખાતે સ્વીકારાશે

જૂનાગઢ, તા.૭:જૂનાગઢ તા.૩, ભારત સરકારનાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ નવી દિલ્હી હેઠળની યુનિવર્સલ આઇ.ડી. ઓફ પર્સન્સ વીથ ડીસેબીલીટી યોજના અંતર્ગત ભારત સરકારનાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ નવી દિલ્હી હેઠળ દિવ્યાંગજન સશકિતકરણ વીભાગ દ્વારા સમગ્ર દેશનાં તમામ પ્રકારનાં અંધ, દ્રષ્ટીખામી, મુકબધીર, શારિરીક વિકલાંગ,માનસીક મંદ, માનસીક માંદગી જેવી દિવ્યાંગ વ્યકિતઓને યુનિવર્સલ આઇ.ડી.કાર્ડ આપવા માટેનો યુ.આઇ.ડી. નામનો પ્રોજેકટ શરૂ થયેલ છે.

જે અનવ્યે ગુજરાત સરકારે યુ.આઇ.ડી. કાર્ડ માટે જૂનાગઢ જિલ્લાને સોંપેલ કામગીરી કામગીરી ખુબ જ ટુંકા સમયમાં પુર્ણ થનાર હોય હજુ કેટલાક અંતરીયાળનાં ગામડાનાં દિવ્યાંગ અરજદારો જિલ્લા કક્ષા સુધી ન આવી શકતા આ કામગીરી પ્રગતી થયેલ ન હોય હવેથી જે તે તાલુકાનાં મથકે આવેલ બી.આર.સી. ભવન ખાતે યુ.આઇ.ડી. કાર્ડની અરજીઓ સ્વીકારાશે,સવારે ૧૦-૩૦ થી સાંજનાં ૬-૧૦ કલાક સુધી બી.આર.સી. ભવન ખાતે ફિલ્ડ સ્ટાફ ઉપસ્થિત રહી અરજીપત્રકો તૈયાર કરશે, જૂનાગઢ જિલ્લામાં વસતા તમામ દિવ્યાંગ વ્યકિતઓએ પોતાનાં તાલુકાનાં બી.આર.સી. ભવન ખાતે સમયમર્યાદામાં પોતાની વિગતો અરજી સાથે રજુ કરવાની રહેશે.

આ યુ.આઇ.ડી.કાર્ડ રાજય અને ભારત સરકારની વિવીધ કલ્યાણકારી યોજનાઓનાં કે અન્ય લાભો મેળવવામાં દરેક દિવયંગજનને દ્યણું ઉપયોગી થશે. અરજી સાથે બે પાસપોર્ટ સાઈઝના ફોટા, સિવીલ સર્જનનુ વિકલાંગ પ્રમાણપત્ર અને વિકલાંગ ઓળખકાર્ડ, આધારકાર્ડ, ઓળખનાં પુરાવા માટે પાનકાર્ડ અથવા ચુંટણીકાર્ડ, સરનામા પુરાવા માટે લાઇટબીલ અથવા રેશનકાર્ડ, દિવ્યાંગ વ્યકિતનાં બેંક ખાતાની પાસબુકનાં પ્રથમ પાનાની ઝેરોકસ નકલ, જાતીનો દાખલો, આ કામગીરી સંદર્ભે જિલ્લા કલેકટર ડો. સૈારભ પારદ્યીએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના મોનીટરીંગ તળે કાર્યાન્વીત થયેલ છે. જેની સંબંધકર્તા સર્વેએ નોંધ લેવા જણાવાયુ છે.(૨૨.૨)

(11:59 am IST)