Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

કોડીનાર પાસે રોડ ક્રોસ કરતા ટાવેરાની હડફેટે મોટી પાનેલીના પ્રેમજીભાઇ પઢિયારનું મોત

કોડીનાર તા. ૭: હાઇવે ઉપર રોડ ક્રોસ કરતા ટાવેરાની હડફીેટે મોટી પાનેલીના પ્રેમજીભાઇ ગોરાજીભાઇ પઢિયારનું મોત નીપજયું હતું. કોડીનાર ઉના હાઇવે રોડ ઉપર આવેલ ખોડીયાર મંદિર પસો ગત રાત્રીના સાડા દસ વાગ્યે રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાનું મોટી પાનેલીના પ્રેમજીભાઇ ગોરાજીભાઇ પઢિયાર પોતાનો ટ્રક ઉભો રાખી ખોડીયાર મંદિરે રોડ ક્રોસ કરી દર્શન કરવા જતા હતા તે દરમ્યાન ઉના તરફથી આવતી સફેદ કલરની ટાવેરા નં. જી.જે. રપ એ ૦૮૧૮ ના ચાલકે બે ફીકરાયથી ચલાવી પ્રેમજીભાઇને હડફેટે લઇ ગંભીર ઇજા કરતા મંદિર આસપાસનાં લોકો કોડીનાર સરકારી દવાખાને સારવાર માટે લાવેલ જયાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. (૭.ર૧)

 

(11:53 am IST)