Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

જામજોધપુરમાં મિત્રતા કરીને ર વર્ષથી દુષ્‍કર્મ ગુજારતા ફરીયાદ

જામનગર-જામજોધપુર, તા. ૭ : જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાઇ છે કે, દીપેનભાઇ મગનભાઇ ફળદુએ ફરીયાદી સાથે પ્રથમ મિત્રતા કરી તેની ઇચ્‍છા વિરૂધ્‍ધ શરીર સંબંધ બાંધી તેના ભાઇનો ધંધો બંધ કરાવી દેવાની અને ફરીયાદીના બાપુજીને મારમારવાની ધમકી આપતા હતા.

ફરીયાદીને અપશબ્‍દો બોલી અને ઢીકાપાટુનો માર મારી ફરીયાદી સાથે છેલ્લા પોણા બે વર્ષથી વારંવાર દુષ્‍કર્મ આચરતા ફરીયાદ કરી છે.

(11:17 am IST)