Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

પોરબંદરની ધ ગ્રેટ ચેમ્બર દ્વારા ખાણ વિસ્તારના મજુરોને રાશનકીટ

પોરબંદર તા. ૭ : ધ ગ્રેટ ચેમ્બર ઓફ કોમર્સ તથા હરીશ મિત્ર મંડળ દ્વારા રાણાવાવના અમરદળના ખાણ વિસ્તારમાં મજૂરી કામ કરતા મજૂરોના ૩૦૦ પરિવારોમાં રાશનકીટ વિતરણ કરવામાં આવી હતી. ખાણ વિસ્તારના મજૂરો માટે અઠવાડિયાથી ખાવાપીવાની વ્યવસ્થા થયેલ ન હોય તે બાબતની જાણ થતાં પોરબંદરની ધ ગ્રેટ ચેમ્બર ઓફ કોમર્સ તથા હરિશ મિત્ર મંડળ દ્વારા કોંગ્રેસ આગેવાનો અર્જુનભાઇ મોઢવાડિયા અને રામદેભાઇ મોઢવાડિયાના સહકારથી મજૂર પરિવારોને રાશનકીટ પહોંચાડી હતી.

(4:31 pm IST)