Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

માળીયામિંયાણાના હંજીયાસર ગામે સલીમ માણેક ઉપર ૪ શખ્સોનો કુહાડીથી હુમલો

શેરીમાં બમ્પ બનાવવા પ્રશ્ને ઝઘડો થતા તૂટી પડયા : અન્ય એકને પણ ઇજા

મોરબી તા. ૭ : માળિયા મિંયાણા તાલુકાના હંજીયાસર ગામે શેરીમાં બમ્પ બનાવવા બાબતે પાડોશી વચ્ચે બોલાચાલી થતા ચાર શખ્સોએ યુવાનને કુહાડી અને લાકડી વડે હુમલો કર્યો હતો.

મળતી માહિતી મુજબ માળીયાના હંજીયાસર ગામે રહેતા સલીમભાઈ જુસબભાઈ માણેકના ભત્રીજા સાથે આરોપી જુસબભાઈ ઇલ્યાસભાઈ જંગીયા, સિકંદર જુસબભાઈ જંગીયા અને સલીમ જુસબભાઈ જંગીયાએ બમ્પ બનાવવા બાબતે બોલાચાલી કરતા હોય દરમિયાન ફરિયાદી સલીમભાઈ સમજાવવા હતા. આરોપી સલીમ જંગીયાએ માથામાં કુહાડીનો ઘા કરી આરોપી સિકંદર જંગીયાએ ફરિયાદી સલીમ તથા સાહેદને લાકડી વડે મુંઢ માર મારી આરોપી જુસબ જંગીયા, સિકંદર જંગીયા, સલીમ જંગીયા અને જુમો મોવરએ એક સંપ કરી ફરિયાદી સલીમમાણેકને તથા સાહેદને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ સલીમ માણેકએ માળિયા પોલીસ મથકમાં નોંધાવી છે.

(12:58 pm IST)