Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

નરસિંહ મહેતા યુનિવર્સીટી દ્વારા જાગૃતતા તથા માનસિક સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે હેલ્પલાઇન શરૂ

સ્વસ્થ મન થકી સ્વસ્થ વ્યકિત સમાજ રાજય દેશ અને વિશ્વ એ જ ધ્યેય પ્રો.(ડો.)ચેતન ત્રિવેદી

જૂનાગઢ તા.૭ : હાલમાં નોવેલ કોરોના વાઇરસ કોવીડ-૧૯ની સમગ્ર વિશ્વમાં તથા ભારતમાં આરોગ્યને લગતી મહામારીની ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ છે. નોવેલ કોરોના વાઇરસ કોવીડ-૧૯ના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય અને લોકડાઉનની પરિસ્થિતિમાં સૌ કોઇ ઘરમાં રહે અને તમામ જનજીવનનું આરોગ્ય અને માનસિક સ્વાસ્થ્ય સારૂ રહે તે ખૂબ જ જરૂરી છે.

હાલ આ મહામારીને લીધે લોકો લોકડાઉનમાં ઘરે જ રહે ત્યારે કોરોના વાઇરસનો ડર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરી રહ્યાનુ દેખાય છે. લોકોમાં ચીડીયાપણુ એકલતા, બેચેની નિરાશા, ગુસ્સો, આક્રમકતા, અનિંદ્રા અતિ ખોરાક વગેરે જેવી અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે. આ સમસ્યાના નિવારણ માટે યુનિ.ના કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદી દ્વારા નોવેલ કોરોના વાઇરસ કોવીડ-૧૯ની જાગૃતતા તથા માનસિક સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. ભકતકવિ નરસિંહ મહેતા યુનિ.ના કુલપતિ ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે સ્વસ્થ મન થકી સ્વસ્થ વ્યકિત સમાજ રાજય દેશ અને વિશ્વ એ જ મારૂ ધ્યેય છે. આ હેલ્પલાઇનનો બહોળા પ્રમાણમાં લાભ લેવા યુનિ. સંલગ્ન તમામ કોલેજોના આચાર્યશ્રીઓ, અનુસ્નાતક કેન્દ્રના વડાશ્રીઓ, અનુસ્નાતક ભવનના અધ્યક્ષશ્રીઓ તથા તમામ અધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થી ભાઇઓ તથા બહેનોને અપીલ કરવામાં આવી છે.

આ હેલ્પલાઇન માત્ર કોરોના પ્રભાવિત માનસિક સમસ્યાઓ નિવારવા માટે શરૂ કરવામાં આવી છે તે સિવાયની અન્ય બાબતો માટે ૧૮૧ અથવા ૧૦૭૭ પર વહીવટીતંત્રનો સંપર્ક કરી શકાય છે તેમ યુનિ.ના કુલસચિવની યાદીમાં જણાવેલ છે.(૪૫.૭)

હેલ્પલાઇન નંબર

સવારે ૯ થી ૧૨                        બપોરે ૧ થી ૩  સાંજે ૩ થી ૬

ડો.એલ.જી.ભાલીયા ૯૪૨૬૯ ૨૪૫૭૮                              ડો.જે.એ.સોજીત્રા ૯૦૩૩૪ ૧૨૨૬૫                                       ડો.રાજેશભાઇ ડોડીયા ૯૮૭૯૪ ૮૮૨૮૧

ડો.દિનેશભાઇ ડઢાણીયા ૯૮૨૫૬ ૨૫૦૫૮                         ડો.નિકુંજભાઇ ભૂત ૯૪૨૬૪ ૩૨૫૭૧      ડો.ભરતભાઇ જોશી ૯૮૨૫૫ ૯૦૪૫૫

ડો.રતનબેન સોલંકી ૯૨૭૪૮ ૫૦૯૪૩                             ડો.શારદાબેન વિરાણી ૯૮૭૯૪ ૮૬૭૯૮                                       ડો.વિજયભાઇ પંડયા ૯૯૦૯૨ ૩૦૬૮૨

ડો.મહેશભાઇ મહેતા ૯૯૦૯૧ ૮૪૪૨૩                             ડો.મેઘલબેન બુચ ૯૪૨૭૨ ૦૮૪૩૬                                       ડો.મશરીભાઇ નંદાણીયા ૯૪૨૭૪ ૨૩૪૦૩

ડો.કિરીટભાઇ નંદાણીયા ૯૮૭૯૨ ૪૫૭૦૯

 

(12:58 pm IST)