Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

વેરાવળ મસ્જીદમાંથી ૩૩ તબલીગી જમાતીઓ મળ્યા હોવાની અફવા ફેલાઇ

જો કે મુસ્લિમ સમાજ દ્વારા જણાવાયુ કે, મસ્જીદોમાં તો કયારના તાળા મારી દીધા છે

વેરાવળ તા. ૭ : શહેરમાં ગાંધીરોડમાં મીનારા મસ્જીદ આવેલ છે ત્યાં ૩૩ તબલીગી જમાતીઓ મળેલ હોવાના સમાચારો આવતા ભારે  ખળભળાટ મચેલ હતો વેરાવળ સહીત ગીર સોમનાથમાં આ સમાચારથી ડર ફેલાયો હતો જેથી મીડીયા તેમજ તંત્રમાં ફોન શરૂ થયેલ હતો પણ આવી કોઈએ અફવા ફેલાવેલ હોય તેવું તંત્ર દ્વારા જણાવેલ હતું.

શહેરમાં મુખ્ય ગાંધીચોકમાં મીનારા મસ્જીદ આવેલ છે ત્યાં ૩૩ તબલીગી જમાતીઓ મળતા તેને તમામને કોરન્ટાઈન કરાયા છે તેવા સમાચારો આવતા બપોર બાદ વેરાવળ સોમનાથ સહીત જીલ્લા ભરમાં ભારે ખળભળાટ વ્યાપેલ હતો અને પ્રજામાં ડર ફેલાયો હતો. આ સમાચારો એવી રીતે ફેલાવવામાં આવેલ હતા કે તબલીગી જમાતના ૩૩ લોકોને શોધીને કોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે તે તામીનલાડુ છે મીનારા મસ્જીદમાં  રોકાયેલા તમામ લોકોની એસ.ઓ.જી દ્વારા તપાસ કરવામાં આવી હતીપણ આ સમાચારોની સત્યતા તપાસ કરતા આવી કોઈ ઘટના બનેલ ન હોય તબલીગી ૩૩ લોકોની તપાસ થયેલ ન હોય  કોરન્ટાઈન કરાયેલ ન હોય તેમજ મુસ્લીમ સમાજ દ્વારા પણ સ્પષ્ટ કરવામાં આવેલ હતું દરેક મસ્જીદોને કયારના તાળા મરાઈ ગયેલ છે.

આરોગ્ય તંત્રના શ્રી ચૌધરીએ જણાવેલ કે એક માસ પહેલા તબલીગી જમાતના લોકો આવેલ હતા તેની આરોગ્યની તપાસ કરવામાં આવેલ હતી હાલ કોઈ આવી ધટના બનેલ નથી ખોટી માહીતી ફેલાવવામાં આવેલ છે આરોગ્ય તંત્ર તેની કોઈ પુષ્ટી કરતું નથી એસ.ઓ.જી ના પી.એસ.આઈ સોનારા એ જણાવેલ હતુંકે આવી કોઇ વાત અમારા ધ્યાનમાં આવેલ નથી.

સમસ્ત મુસ્લીમ સમાજના પટેલે જણાવેલ હતું કે આવા કોઈ સમાચારો અમારા સુધી આવેલ નથી તમામ મસ્જીદો તાળા મારેલા છે મુસ્લીમ બિરાદરોને ઘરે નમાઝ પઢવાનું જણાવવામાં આવેલ છે.

એ.એસ.પી શ્રી વસાવા એ જણાવેલ કે આવી કોઈપણ  વાત અમારા ઘ્યાનમાં આવેલ નથી અફવા સામે તપાસ કરવામાં આવશે.

(12:57 pm IST)