Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા લોકો લાંબુ આયુષ્ય જીવતા હોવાનું સંશોધન સિદ્ધ

વઢવાણ, તા.૭:દુનિયાના કોઈ પણ ખુણામાં રહો પણ સુરેન્દ્રનગર જેવું સુખ કયાંય નહીં. હાલ જ એક રિસર્ચ અને ખાનગી ચેનલનાં સર્વેમાં આ વાત સિદ્ઘ થઈ ચુકી છે. વિજ્ઞાનિક રિસર્ચ આધારે જાણવા મળ્યું કે, સુરેન્દ્રનગરની જમીન, આબોહવા અને પાણીની અસરથી ૧૦૦ વર્ષથી ઉપરની ઉંમરના સુરેન્દ્રનગરમાં રહેનારા માણસ જોવા મળે છે. અહીંની જમીનમાં જે ખનીજ છે તે માનવીના જીવનમાં નવો ઉમંગ ભરે છે.

શરીરને જોઈતા બધાજ ખનીજ સુરેન્દ્રનગરના પાણીમાં પ્રમાણસર છે જે શરીરને જલ્દી વૃદ્ઘ થતું અટકાવે છે અને લાંબી વય સુધી મનુષ્યને યુવાન રાખે છે. આબોહવા જેવી દુનીયામાં કોઈ પણ ખૂણામાં આબોહવા નથી.

સુરેન્દ્રનગરની આબોહવા માનવીના હાડકા અને ફેફસાને હરહંમેશ મજબૂત રાખે છે. હૃદયના લોહીને પાતળું રાખે છે..

જે ત્વચા થી શરીરમા ભ્રમણ કરે છે. ટી.બી.કે દમ જેવા રોગ હોય તો એક બે મહિના રહો તો વગર દવાએ માણસ ઠીક થઈ જવાની ક્ષમતા આબોહવા ધરાવે છે. ઝાલાવાડ નામનો એક પ્રદેશ છે. તેની જમીન,પાણી અને આબોહવામાં આ ગુણ રહેલ છે.

અહીં શુદ્ઘ ઓકિસજન મળે છે જે મનુષ્યના શરીર ને કોઈપણ રોગથી દૂર રાખે છે.

સુરેન્દ્રનગર વસવાટ કરવા વિદેશીઓ પણ આતુર છે.સારી જગ્યાઓ રીતસર વિદેશીઓ બૂકિંગ કરાવી રહ્યા છે. ગતવર્ષમાં સુરેન્દ્રનગર વિદેશીઓની આવન જાવનનો આંકડો ૧ હજારનો રહ્યો છે. જેઓ ત્રણ થી ચાર મહિના રહ્યા હતા. આ વિદેશીઓ સુરેન્દ્રનગરની ધરતી પર અલગ અલગ સ્થળોની મુલાકાત લઈ ફકત આરામ ફરમાવવા રહ્યા હતા અને નાનીમોટી બીમારીઓ થી મુકત થઈ પાછા વિદેશ ગયા હતા.

વિજ્ઞાનીકોનું પણ કહેવું છે કે સુરેન્દ્રનગરની ધરતી પર વર્ષમાં  છ મહિના સતત રહેવાથી માણસની સરેરાશ ઉમરમાં વધારો થાય છે અને દ્યણી બીમારીઓમાંથી મુકિત મળે છે.

(12:54 pm IST)