Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

વઢવાણ પાલિકા દ્વારા આધુનિક સેનેટાઇઝર મશીનો દ્વારા કામગીરી

સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ કોરોનાનો પોઝીટીવ કેસ નથી

વઢવાણ,તા.૭: અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ કોરોનાવાયરસનો પોઝીટીવ કેસ સામે આવ્યો નથી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની સારી બાબત ગણી શકાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા નગરપાલિકા અને વહીવટી તંત્ર આ બાબતે સતત સતર્ક બન્યું છે. ચીફ ઓફિસર સંજય ભાઈ પંડ્યા નગરપાલિકા પ્રમુખ વિપીનભાઈ ટોલિયા અને કલેકટર કે રાજેશ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાવાયરસનો એક પણ કેસમાં બંને તે માટે સતત સતર્કતા રાખવામાં અને અનેક ટિમો કામે લગાડવામાં આવી છે.

ગાંધી હોસ્પિટલ ખાતે સો બેડની અલગ કામગીરીનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સમયમાં પણ કોરોનાવાયરસ ના એક પણ પોઝિટિવ કેસ નોંધાય તે માટે સતત અલગ-અલગ વિસ્તારમાં સેનેટ રાઈઝરના છટકાવની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

વઢવાણ ખાતે ગઈકાલે કોરોનાવાયરસ ને ફેલાતો અટકાવવા માટે વઢવાણ નગરપાલિકા દ્વારા સેનેટરાઈઝરનો છટકાવ કરવામાં આવ્યો હતો. ત્યારે વઢવાણ નગરપાલિકા દ્વારા ખાસ આધુનિક મશીન દ્વારા સેનેટ રાઈઝરનો છટકાવ વઢવાણની શેરી ગલીઓમાં કરવામાં આવ્યો હતો ત્યારે આ ખાસ આ સેનેટાઈજરનો છંટકાવ કરવા માટે વિદેશથી મશીનો મંગાવવામાં આવ્યા છે.

વઢવાણની ૧૦ ફૂટ થી માંડી ને ૨૦ ફૂટની ગલીમાં પણ મશીન દ્વારા સેનેટ રાઈઝર નો છંટકાવ કરી શકાય છે. ત્યારે ગઇકાલથી જ નગરપાલિકા દ્વારા સેનેટાઈજર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

(12:54 pm IST)