Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

જસદણમાં કોરોના સંકટ સામે સેવાભાવીઓનું ઉમદા સેવાકાર્ય

રાહતદરે શાકભાજી વિતરણ : રાશનકીટ વિતરણ : જીવદયાપ્રેમીઓ દ્વારા કુતરાઓને લાડુ

જસદણ તા.૭ : જસદણમાં સેવાભાવીઓ દ્વારા કોરોનાના સંકટ સમયે જરૂરિયાતમંદોને રાશનકીટ, રાહતદરે શાકભાજી વિતરણ, ભુખ્યાઓને ભોજન તથા જીવદયા પ્રેમીઓ દ્વારા કુતરાઓને લાડુ વિતરણ કરાય છે. હાલ કોરોના વાઇરસ અને લોકડાઉનના સમય વચ્ચે સેવાની સરવાણી ફૂટી નીકળી છે. જીઆઇડીસી એશોસિએશનએ શ્રમજીવીઓને રાશનકીટ પુરૂ પાડી પુણ્ય કાર્ય કર્યુ  હતુ. આ માનવતાવાદી કાર્યમાં પ્રમુખ વિજયભાઇ રાઠોડ, ઉપપ્રમુખ યોગેશભાઇ રામાણી, અશ્વિનભાઇ રાદડીયા, મહેન્દ્રભાઇ ગીતા સેલ્સ તથા અનિલભાઇ છાયાણી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

જસદણ જલારામ મંદિરને ૫૪ હજારનો ચેક અર્પણ

જસદણમાં સંત પૂ.હરિરામબાપા પ્રેરીત જલારામ મંદિર ખાતે કોરોના નિયંત્રણ માટે લોકડાઉનની સ્થિતિમાં દરરોજ બંને ટાઇમના થઇને અંદાજે આઠ હજારથી વધુ લોકોને તેમના ઘરે ભોજન પહોચાડાય છે. અન્નદાનના આ સેવા યજ્ઞમાં રિધ્ધિ સિધ્ધિ નાગરીક સહકારી બચત મંડળી દ્વારા રૂ. ૫૪૦૦૦નો ચેક જસદણ જલારામ મંદિરને અર્પણ કરેલ હતો. આ પ્રસંગે મંડળીના ચેરમેન ભરતભાઇ પી.અંબાણી, મે.ડીરેકટર ભરતભાઇ કે.ધારૈયા, વાઇસ ચેરમેન અશોકભાઇ કે.ગાંધી, ડીરેકટર નીલેશભાઇ એમ.રાઠોડ તેમજ અગ્રણીઓ સંજયભાઇ પોપટ, અશોકભાઇ મહેતા, પ્રફુલભાઇ પોપટ, ભરતભાઇ જનાણી, દામજીભાઇ કચ્છી, જયકાંતભાઇ છાંટબાર, જયુભાઇ બોરીચા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(11:54 am IST)