Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ધોરાજી જૈન સંઘો દ્વારા પાંજરાપોળ-ગૌશાળામાં ૨૧૦૦૦ રૂાનું અનુદાન અપાયુ

ધોરાજીઃસામાન્ય રીતે મહાવીર જયંતી નિમિત્ત્।ે ધોરાજી જૈન સંદ્યો દ્વારા ભગવાન શ્રી મહાવીર સ્વામી નો વરદ્યોડો કાઢવામાં આવતો હોય છે અને બધાનું સમૂહભોજન એટલે કે સંઘ જમણ કરવામાં આવતું હોય છે.આ વર્ષે રાષ્ટ્રીય આફત કોરોના બીમારીને ધ્યાનમાં રાખી અને દેરાસરના દરવાજા બંધ રાખેલ છે જેથી કરીને દર્શનાર્થીઓની ભીડના થાય અને આશરે ૩૦૦ જેટલા બાળકોને તેમને ભાવે તેવા પીપર બિસ્કીટની કીટ બનાવી અને વિતરણ કરવામાં આવ્યું. તો પરિવારને ખીચડી ઘઉંનો લોટ અને કાચો સામાન ધોરાજીના સ્પેશિયલ નિયુકિત પામેલ ડીવાયએસપી શ્રી મહર્ષિભાઈ રાવલને અર્પણ કરવામાં આવેલ અને સાથે સાથે ધોરાજી પાંજરાપોળ અને ગૌશાળામાં રૂપિયા ૨૧ હજાર ગાયોના ઘાસચારા માટે આપવામાં આવેલ. હાલમાં આયંબિલ તપ ચાલી રહ્યા છે બધા જ જૈનોએ પોતાના ઘરે જ તપ આરાધના કરી અને રાષ્ટ્રીય ફરજ અદા કરીે.

(11:53 am IST)