Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ગુજરાત પોલીસ આપની સેવામાં...૭૦૦૦ મીણબત્તીના દિવડા સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસે સ્લોગન બનાવ્યું

રાજકોટઃ ગોંડલના રીબડા ખાતે આવેલ એસજીવીપી ગુરૂકુળ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલ અંતર્ગત ગઈકાલે રાત્રે ૭૦૦૦થી વધુ મીણબત્તીઓ સાથે ગુજરાત પોલીસ આપની સેવામાં તેવુ સ્લોગન રાજકોટ ગ્રામ્ય પોલીસના વડા બલરામ મીણા તથા ગુરૂકુળના સંચાલકો દ્વારા બનાવાયુ હતું. સ્વામીનારાયણ ગુરૂકુળના સ્ટાફ દ્વારા પોલીસ તથા મેડીકલ કર્મચારીઓનું દીવા પ્રગટાવી અભિવાદન કરાયુ હતું. ૭૦૦૦થી વધારે દીવડાઓમાં ગુજરાત પોલીસનું ચિન્હ કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે એક થવાનું આહવાન કરતુ જોવા મળ્યુ હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, ગોંડલના ડીવાયએસપી પી.એ. ઝાલા તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તસ્વીરમાં મીણબત્તીના દીવડાથી બનાવાયેલ ગુજરાત પોલીસનું સ્લોગન દ્રશ્યમાન થાય છે.

(11:52 am IST)