Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

જૈન સંઘ અને શ્રીસાશન ગૃપ દ્વારા ઝુંપડપટ્ટીના એક હજારથી વધુને ભોજન અપાયું

હાઇસ્કુલના નિવૃત આચાર્ય દ્વારા દરરોજ ૨૦૦ લીટર છાસ આપવામાં આવી રહી છે

ભાવનગર, તા.૭:લોકડાઉનની જાહેરાત બાદ તુરંતજ માનવતાનો જાણે સાદ પડ્યો હોય તેમ અનેક યુવકો,સંસ્થાઓ દ્વારા ભુખ્યાને ભોજન તરસ્યાને પાણીની સેવા અન્ય આર્થિક જરૂર હોય તેવા વર્ગને રોકડ પણ આપવામાં આવી રહી છે.

આજે મહાવીર સ્વામી ની જયંતી હોય સમૂહ એકઠો થઈ શકતો નહોયઙ્ગ તળાજા સમસ્ત જૈન સમાજ દ્વારા ગરીબ પરિવાર જે ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરેછે તેઓને બન્ને સમય અન્ન દાન કરવાનું નક્કી કરેલ. જૈન સમાજના યુવાનો ઉપરાંત એમ.જે.દોશી હાઈસ્કૂલના નિવૃત આચાર્ય જીતેન્દ્રસિંહ વાળા દ્વારા દરોજ બસો લિટર છાસ પુરી પાડવામાં આવે છે. તેમના અને સાથી સેવાભાવી યુવકો દ્વારા ઝૂંપડપટ્ટીમાં જઇ ભોજન પીરસવામાંઆવેલ હતું.

સાંજ ના સમયે શ્રી સાશન ગ્રૂપ ના જૈન યુવકો દ્વારા અન્નદાન કરવામાં આવેલ.

એ ઉપરાંત એસ.ટી સ્ટેન્ડ નજીક આવેલ બજરંગ દાસ બાપા ની મઢુંલીના રમેશભાઇઙ્ગ ભાલીયા એ જણાવ્યું હતુંકે રામ રોટી શરૂ કરવામાં આવી છે. દરરોજ બપોર ના સમયે બેસાડીને અથવા ટિફિન દ્વારા ભુખ્યાને ભરપેટ ભોજન પીરસવામાં આવેછે.રામરોટીનું આયોજનમાં ચેતનસિંહ વાળા, ગુલુભાઈ ભૂરાણી તથા ભાજપ પરિવારનો સહકાર મળી રહેછે. રોયલ ગામની ગંગા ડેરી દ્વારા દરરોજ સવારે હજારો વ્યકિત ઓને રૂબરૂ વાહન માં આવી છાશ પીરસવામાં આવે છે.

(11:51 am IST)