Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

કચ્છમાં વાહનોની અવરજવર પર પ્રતિબંધઃ આવશ્યક ચીજો માટે સવારે ૭થી ૧૨ સુધી જ છૂટઃ તંત્રને જાણ કર્યા વગર રાહત સામગ્રીનું વિતરણ નહીં

ભુજ,તા.૧૪: કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનના દરમ્યાન શહેરી વિસ્તારોમાં લોકો બહાર નીકળી પડતા હોઈ હવે વહીવટીતંત્ર દ્વારા લોકોની અવરજવર નિયંત્રિત કરવા માટે તેમ જ સેવાકીય પ્રવૃત્ત્િ।ઓ દરમ્યાન પણ લોકો છૂટછાટ લેતા હોઈ જિલ્લા કલેકટર દ્વારા ખાસ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. કલેકટર પ્રવીણા ડીકેએ કચ્છના શહેરો ભુજ, માંડવી, અંજાર, ગાંધીધામ, ભચાઉ, રાપરના નગરપાલિકા વિસ્તારોમાં રસ્તાઓ ઉપર સ્કૂટર અને કારમાં પ્રવાસ કરવા ઉપર ૧૪ મી એપ્રિલ સુધી સંપૂર્ણ પ્રતિબંધ મુકયો છે. તો, આવશ્યક ચીજ વસ્તુની ખરીદી માટે હવે માત્ર સવારે ૭ થી બપોરે ૧૨ સુધી સુધી જ લોકોને બહાર નીકળવાની છૂટ આપીને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની તાકીદ કરાઈ છે.

દરમ્યાન રાહત સામગ્રીના વિતરણ સમયે પણ લેવાતી છૂટછાટ જોખમી બની શકે તેમ હોઈ આ માટે પણ મહત્વનો નિર્ણય કરાયો છે. કોરોના સામે તકેદારી અને સાવચેતી રાખવાના હેતુથી કચ્છમાં હવે રાહત સામગ્રીનું વિતરણ સરકારી અધિકારીઓ/કર્મચારીઓની સાથે સંકલન રાખીને કરવા કલેકટર દ્વારા તાકીદ કરવામાં આવી છે.ઙ્ગ

સ્વૈ-ધાર્મિક તથા બિન સરકારી સંસ્થાઓ અને ઉદ્યોગગૃહોને તેમની નજીકની સરકારી કચેરીના જવાબદાર અધિકારીઓ/કર્મચારીની સાથે સંકલન રાખીને રાહત સામગ્રીનું વિતરણ કરવા કચ્છ કલેકટર પ્રવીણા ડીકે દ્વારા જણાવાયું છે. જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવતી તમામ સેવાઓનું વિતરણ હવેથી આપના સંબધિત તાલુકા વહીવટી તંત્રના જવાબદાર અધિકારી/કર્મચારીનાં સંપર્ક/સંકલનમાં રહીને જ કરવા સૂચના અપાઈ છે.

(11:50 am IST)