Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ગોંડલના મોવિયા ગામના વૃધ્ધાની દરિયાદીલી શ્વાનોનો સંતાનોની જેમ ઉછેર કરી રહ્યા છે

વૃધ્ધા પાસે આવકનું કોઈ જ સ્ત્રોત નથી, સસ્તા અનાજના દાણામાંથી પહેલા શ્વાનોનું અને પછી પોતાનું પેટ ભરી રહ્યા છે

ગોંડલ,તા.૭:કોરોનાના કહેર અને લોકડાઉનના કપરા સમયમાં ગોંડલ તાલુકાના મોવિયા ગામે શ્વાનો સાથે એકલા રહેતા મહિલાની દરિયાદિલી જોવા મળી છે, વૃદ્ઘાએ શ્વાનોને કહ્યું કે ઘરમાં અન્ન ખૂટયું છે કાલથી તમારે ને મારે ઉપવાસ શરૂ થશે અને તે વાતની ગોંડલના સેવાભાવી અને ખબર પડતાં સહાયનો ધોધ વહ્યો.

લાભુબેન ઝાખરીયા (ઉવ.૮૦) પાસે આવકનું કોઈ સ્ત્રોત નથી માત્ર સસ્તા અનાજની દુકાનેથી આવતા રાસન માંથી ઘર ગુજરાન ચલાવી રહ્યા છે અહીંથી જ તેમના દરિયા દિલ્લી શરૂઆત થાય છે આ રાશનથી પહેલા તેઓ શ્વાનોને જમાડે છે અને પછી પોતે જમે છે પરંતુ હાલમાં દ્યરમાં અનાજ ખૂટયું હોય સ્વાન સમા પુત્રોને કહ્યું કે આવતીકાલથી મારે અને તમારે ઉપવાસ શરૂ થશે જે વાતની જાણ ગોંડલ માં હરીયાળુ ગોંડલનામેં ગ્રુપ ચલાવતા પ્રતિપાલસિંહ જાડેજા, જીગ્નેશભાઈ વોરા, કેવિનભાઈ પટેલ, દિપકભાઈ દેસાઈ અને અશરફભાઈ સહિતનાઓ ને આવતા તુરંત દોડી ગયા હતા અને સ્વાન ના લાડુ, રાશન કીટ લાભુબેન ને આપી હતી.

એક ઓરડી કહો કે ઝૂપડપટ્ટી માં રહેતા લાભુબેન પ્રથમ તો સેવાભાવી યુવાનો ને ચા પાણી ની સલાહ કરી હતી અને કહ્યું કે આજ મારો પરિવાર છે સેમૂડી, ભૂરી, લાલિયો અને છ ગલુડિયા મારા સંતાનો છે તે સેમૂડી અને ભુરી મારી સાથે જ ખાટલા માં સુએ છે અને ગલુડિયાઓ ખાટલા નીચે સુવે છે જયારે દરવાજે લાલિયો રખોપુ કરે છે આવા દરિયાદિલ લાભુબેન ની વાતો સાંભળી સેવાભાવી યુવાનો ની આંખોમાંથી આસુ સરી પડ્યા હતા.

(11:48 am IST)