Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ઉપલેટામાં પુ.મહંત નરેન્દ્રબાપુ દ્વારા સહાય કાર્ય

ઉપલેટા : ગુજરાત પ્રદેશ ઓબીસી નિગમના ચેરમેન અને આપાગીગા ઓટલા ચોટીલા પુ.નરેન્દ્રબાપુએ તાજેતરમાં કોરોના વાઇરસને કારણે લોકડાઉનમાં નાના શ્રમિક લોકોના ધંધા રોજગાર બંધ થતા તેવા અહીના કડીયા સમાજના ૨૮ જેટલા પરિવારોને રૂબરૂ આવી દરેકને એક એક હજારની રોકડ સહાય કરી પ્રેરણાદાયી કાર્ય કરેલ છે. આ પ્રસંગે બાબુભાઇ ટાંક પ્રમુખ મધુરમ સમાજ જૂનાગઢ ડો.પિયુષ ટાંક જૂનાગઢ પી.પી.ટાંક પ્રમુખ ઉપલેટા, સમાજના હોદ્દેદારો હરસુખભાઇ ટાંક, ભાવેશભાઇ ચૌહાણ, મયુરભાઇ પરમાર, રાજુભાઇ પરમાર, હરેશભાઇ સોલંકી, પરેશ જી.ટાંક, પરેશભાઇ સોલંકી સહિત મનસુખભાઇ મકવાણા, ઉપલેટા ન.પા.ના પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયા, સ્કુલ બોર્ડના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયા, શહેર ભાજપ પ્રમુખ રમણીકભાઇ ઠુંમર, શિક્ષક સંઘના પ્રમુખ ભાવેશભાઇ સુવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આ પ્રસંગે ઉપલેટા સમાજ દ્વારા પૂ.નરેન્દ્રબાપુનું શાલ ઓઢાડી બહુમાન કરેલ હતુ તે તસ્વીર.(તસ્વીર : ભોલુ રાઠોડ, ઉપલેટા)

(11:47 am IST)