Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

મીઠાપુર પોલીસની શ્રેષ્ઠ માનવસેવા

ઓખા મંડળના ગામોમાં રખડતા ભટકતા લોકોને નવડાવી નવા કપડા પહેરાવ્યા

હાલની સ્થિતિમાં વાઇરસના ચેપથી બચે તે માટે લેવાયેલ પગલુ

મીઠાપુર તા.૭ : ઓખામંડળ તાલુકાના મીઠાપુર ગામે પોલીસ દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. મીઠાપુર પીઆઇ શ્રધ્ધાબેન ડાંગરના માર્ગદર્શન હેઠળ મીઠાપુર તથા સુરજકરાડીમાં વસવાટ કરતા ગાંડા ઘેલા વ્યકિતઓને સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા વ્યવસ્થિત રીતે નવડાવી તેમના વાળ કપાવડાવી તેમની દાઢી કરાવડાવી તેમને નવા કપડા પહેરાવી અને જમાડવામાં આવ્યા હતા.હાલમાં કોરોના વાઇરસ આ લોકો જે મેલીઘેલી હાલતમાં ફરી રહ્યા હોય તથા તેમની સારસંભાળ કોઇ રાખી ન રહ્યુ હોય તેમને આ વાઇરસનો ચેપ ન લાગે તે ઉમદા હેતુથી આ કામગીરી કરવામાં આવી હતી.

મીઠાપુર પોલીસના આવા ઉમદા કાર્યને સ્થાનિક લોકોએ વધાવી લીધુ હતુ. હજુ લોકડાઉન સુધી આવા રખડતા ભટકતા લોકો જણાશે તો આ પોલીસ દ્વારા તેમનો આ સેવાયજ્ઞ ચાલુ રખાશે તેમ જણાવ્યુ હતુ.

(11:46 am IST)