Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

જામનગરના ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા વડાપ્રધાન મુખ્યમંત્રી નિધિમાં અનુદાન

જામનગર દેવભૂમી દ્વારકા જીલ્લાના પ્રજાજનોને પણ યોગદાન માટે અપીલ

જામનગર તા.૬ : હાલ સમગ્ર વિશ્વભરમાં કોરોના વાયરસની સંક્રમિત બની રહી છે ત્યારે દુનિયામાં ૧૦ લાખ કરતા વધુ લોકો ભોગ બન્યા છે ત્યારે હજુ દિવસે દિવસે આ રોગચાળો ફેલાતો જાય છે. આવા સમયે આ મહામારી સામેનો જંગ જીતવા દેશની કેન્દ્ર સરકાર તથા રાજયની સરકારે પણ હામ ભીડી છે.

સ્વભાવિક રીતે આવી લડાઇ માટે નાણાની જરૂરિયાત પણ પ્રાથમિક ગણાય છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા લોકોને પીએમ કેર ફંડની ઘોષણા કરી સમગ્ર દેશની પ્રજાને તેમાં સહયોગ આપવા જાહેર અપીલ કરી છે. આજ રીતે  રાજયના માન. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ દ્વારા પણ રાજયની પ્રજાને મુખ્યમંત્રી રાહતફંડમાં પોતાનુ યોગદાન આપવા અપીલ કરી છે.

બંને અપીલોને પ્રતિસાદ આપી જામનગર ઉતર વિધાનસભાના ધારાસભ્ય અને રાજય સરકારના અન્ન અને નાગરીક પુરવઠાના મંત્રી તરીકે જવાબદારી સંભાળતા અને હંમેશા માનવસેવાના કાર્ય હોય કે ધાર્મિક સેવાના કાર્યોમાં યથાશકિત યોગદાન નોંધાવેલ છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અપીલને ધ્યાનમાં લઇ વ્યકિતગત રીતે ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) તરફથી રૂ.૨,૫૧,૦૦૦ તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અપીલને ધ્યાને લઇ મુખ્યમંત્રી રાહતફંડમાં રૂ.૨,૫૧,૦૦૦નું યોગદાન ઉપરાંત ધારાસભ્ય તરીકેનો એક માસનો પગાર મુખ્યમંત્રી રાહતફંડમાં જમા કરાવેલ છે.

આ ઉપરાંત ધારાસભ્ય જાડેજાએ જામનગર શહેર દેવભૂમી દ્વારકાના ઉદ્યોગપતિઓ સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાઓ સમાજ શ્રેષ્ઠીઓને મીનીમમ રૂ.૧૦૦ અથવા શકિત મુજબ વડાપ્રધાન અને મુખ્યમંત્રી રાહતનિધિમાં યોગદાન આપવા અપીલ કરી છે.

(11:45 am IST)