Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

જૂનાગઢમાં ડોકટરો દ્વારા પોલીસકર્મીઓનું મેડીકલ ચેકઅપ

જૂનાગઢ  : હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે લોકડાઉન દરમિયાન જાનના જોખમે લોકોને ઘરમાં  જ રહેવા અને તેમની સુરક્ષા માટે સતત ફરજ બજાવતા પોલીસકર્મીઓનું જૂનાગઢ સીવીલ હોસ્પિટલના ફીઝીશ્યન ડો.ચિંતન યાદવ દ્વારા ૪ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓનું મેડીકલ ચેકઅપ કરાયુ હતુ. જૂનાગઢ રેન્જના ડીઆઇજીપી શ્રી મનીંન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી સૌરભસિંઘ દ્વારા પોલીસ કર્મીઓના સ્વાસ્થ્યની ચિંતા કરવાની સાથે આ તેમના આરોગ્યની ચકાસણીનું આયોજન કરેલ હતુ. જેમાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સૌપ્રથમ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી.ધોકડીયા તથા સ્ટાફનું ત્યારબાદ એ ડીવીઝનના ઇ.ચા. પીઆઇ જે.પી.ગોસાઇ તથા સ્ટાફ અને બી ડીવીઝનના પીઆઇ આર.બી.સોલંકી તેમજ સી ડીવીઝનના પીએસઆઇ ડી.જી.બડવા અને સ્ટાફનું મેડીકલ ચેક ડો.ચિંતન યાદવ દ્વારા કરેલ હતુ. ઉપરોકત તસ્વીરમાં પોલીસ અધિકારીઓનું મેડીકલ ચેકઅપ કરતા ડો.યાદવ નજરે પડે છે.(અહેવાલ - વિનુજોશી, તસ્વીર : મુકેશ વાઘેલા)

(11:44 am IST)