Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ખંભાળીયા : સરકારી હોસ્પિટલમાં રકતદાનની કમી એક જ દિ'માં પુરી કરતી જનતા : ૨૧૧ બોટલ એકઠી થઇ

લાયન્સ કલબ તથા ભાજપનું સહિયારૂ કાર્ય : લોકોને ના કહેવી પડી

ખંભાળીયા તા.૬ : અહી તથા દ્વારા જિલ્લામાં રકતદાન કેમ્પ ન થઇ શકતા થેલેસેમીયાના દર્દી તથા પ્રસુતીમાં આવતા દર્દીઓના માટે રકતની ભારે જરૂરત હોય આ વખતે હોસ્પિટલના ડો.કનારા તથા લેબના તન્નાભાઇ દ્વારા જાણ કરાતા ખંભાળીયા લાયન્સ કલબ તથા ખંભાળીયા ભાજપ દ્વારા તુરત જ કોરોના સંદર્ભમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે કેમ્પ અહીની લોહાણા મહાજનવાડી ખાતે યોજાયો હતો.

 લાયન્સ કલબના ડો.શાલીન પટેલ તથા ભાજપના ઇન્દ્રજીતસિંહ પરમાર, જયેશ ગોકાણી તથા અશોક કાનાણી તથા સમગ્ર ભાજપની તથા લાયન્સની ટીમના પ્રયાસોથી શહેરમાંથી રકતદાતાઓ રસી કરવા માટે મોબાઇલ પર ફોન કરીને ૩ - ૩ થઇને રકતદાન કરવા આવતા સાંજે ૨૧૧ બોટલ એકઠી થઇ જતા દાતઓને ના કહેવી પડી હતી.

સાંસદ પૂનમબેન માડમે પણ રકતદાતાઓની મુલાકાત લઇને તેમને પ્રોત્સાહીત કર્યા હતા તથા લોકોની આ માનવતા સેવા વખાણી હતી.

(11:44 am IST)