Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ધોરાજીમાં વલ્લભયુથ ઓર્ગે.સંસ્થા દ્વારા ૧૦૦ પરિવારોને રાશન અપાયું

ધોરાજી તા.૭ : ધોરાજી ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષ પૂજય ગોસ્વામીઙ્ગ વ્રજરાજ મહોદયશ્રી આજ્ઞાથી ધોરાજીઙ્ગવીવાયઓ ગ્રુપઙ્ગ પી. સી. ગુંદણીયા,બાબુભાઇ જાગાણી,

નીતિનભાઈજાગાણી,અશોકભાઈ સહિત કાર્યકર્તાઓ દ્વારા ધોરાજી ના વિવિધ વિસ્તારોમાં રહેતા પછાત, નિરાધાર અને અસહાય લોકોને ૧૫ ચીજ વસ્તુઓ સાથે એક મહિનો ચાલે તેટલું રાશન ૧૦૦ જેટલા તમામ જ્ઞાતિના પરિવારોને તેમના દ્યરે જઈ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમયે ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટરઙ્ગ વિજય જોશી અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય રાષ્ટ્રિય અગ્રણી કિશોરભાઈ રાઠોડ નયનભાઈ કુવાડીયા વિદ્યાર્થી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 આ સમયેઙ્ગ વીવાયઓ ધોરાજી ગ્રુપનાઙ્ગ પી.સી ગુંદણીયા એ જણાવેલ કે વિ.વાય.ઓ. ધોરાજી ગ્રુપ દ્વારા છેલ્લા બે વર્ષથી દર મહિને ૪૨ પરિવારોને રાશન અપાઈ રહ્યું છે. એ પણ કોઈપણ જાતની જાહેરાત વગર અને દર મહિને એક પરિવારને રૂપિયા ૨૫૦૦ નો રાસન ટોટલ ૧૫ જેટલી વસ્તુઓ એક મહિનો ચાલે તેટલી વિનામૂલ્યે આપવામાં આવે છે.

આ સમયે ધોરાજી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝરના પૂજય ગોસ્વામી વ્રજરાજકુવરજી મહોદય ની આજ્ઞાથી આ સેવાયજ્ઞ શરૂ રાખેલ છે.

(11:43 am IST)