Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

જામનગરમાં કોરોનાની સતર્કતા માટે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા રકતદાન શિબિર સંપન્ન

જામનગર તા.૭ : વર્તમાન સમયે નોબલ કોરોના વાયરસ બીમારી ની રોકથામ અને સતર્કતા ને ધ્યાન રાખતા બ્લડ બેંક માં રકત ની અભાવ થવા લાગેલ છે.

સદા સમર્પિત સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ને જી .જી .હોસ્પિટલ બ્લડ બેંક દ્વારા માનવતા ની સેવા માટે રકતદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમાં ૨૫ યુનિટ એકત્રિત કરી માનવતા ના હિતાર્થ સમર્પિત કરવામાં આવ્યું.

સ્થાનીય સંયોજક શ્રી મનહરલાલ રાજપાલ જી નાં જણાવ્યા અનુસાર, સદ્દગુરુ માતા સુદિક્ષા જી મહારાજ નાં પાવન આશીર્વાદ થી બ્લડ બેંક નાં સહયોગ થી નાનકપૂરી સ્થિત સદ્દગુરુ ચોક માં રકત એકત્ર કરવા હેતુ વિશેષ વાતાનુકૂલિત વાહન નો પ્રબંધ કરવા માં આવેલ જેમા નાનકપૂરી વિસ્તાર નાં રહેવાસીઓ દ્વારા સરકાર નાં નિર્દેશો નું પાલન કરી ને રકતદાન કરવામાં આવ્યું.

 અતિથિ વિશેષ તરીકે પ્રતાપભાઈ નંદાણી, કેતન ભાઈ નાખવા, કરસન ભાઈ કરમૂર ઊપસ્થિત રહી રહ્યા હતા.

શિબિર ની વ્યવસ્થા તેમજ સોશિયલ ડિસ્ટન્સ ની જવાબદારી સેવાદલ શિક્ષક  વિનોદ સુખવાણી તેમજ સેવાદલ સભ્ય મુકેશ રાજપાલજી એ નિભાવી હતી.

(11:43 am IST)