Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

લોકડાઉન પુરૂ ન થાય ત્યાં સુધી કંપની નહી ચાલુ કરવા અને કામદારોનો પગાર નહિ કપાય

ભાવનગરમાં એગ્રોસેલના માલીક દીપેશભાઇ શ્રોફની ઉદારનીતિ

ભાવનગર તા.૭ : હાલ ચાલી રહેલ કોરોના વાઈરસ મહામારીમાં સરકારે જાહેર કરેલ ઈન્ડિયા લોકડાઉનમાં એગ્રોસેલ ચાલુ કરવા માટે એગ્રોસેલ મેનેજમેન્ટ તરફથી દીપેશભાઈ શ્રોફને પરમીશન લઈ કંપની ચાલુ કરવા જણાવતાં દીપેશભાઈ શ્રોફે ફરી એક વખત પરિવાર ભાવનાનુ ઉતમ ઉદાહરણ આપતા તેમણે મેનેજમેન્ટને જણાવેલ કે હાલમાં ચાલી રહેલી મહામારીમાં કર્મચારીઓની ચિંતા કરો કંપની શરૂ કરવાની નહી જયાં સુધી સરકાર નુ લોકડાઉન પુરૂ ન થાય ત્યાં સુધી કંપની શરૂ કરવાની નથી અને કોઈ કર્મચારીઓ નો પગાર પણ કાપવાનો નથી કર્મચારી છે તો કંપની છે કંપની છે તો કર્મચારી નથી કદાચ આ મહામારીમાંથી બચવા સરકાર લોકડાઉન લંબાવે તો પણ આપણે તેનું પાલન કરી કંપની શરૂ કરવાની નથી ભલે ગમે તેટલો સમય કંપની બંધ રાખવી પડે પણ માણસોના ભોગે મારે પૈસા કમાવા નથી અને કર્મચારીઓ નો ભોગ લેવો નથી કર્મચારીઓને કદાચ અન્ય કોઈ જરૂરિયાત ઉભી થાય તો તે પણ કંપની પુરી પાડશે અને કોઈ કર્મચારીઓનો પગાર પણ કપાશે નહી.સલામ આવા માલીકો ને ખરેખર દીપેશભાઈ શ્રોફનો આ નીર્ણય સરાહનીય અને ઉતમ ઉદાહરણ પુરૂ પાડે છે.

(11:42 am IST)