Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

પોરબંદર સામાકાંઠે જવા હોડીની સુવિધા

પોરબંદર : નગરપાલીકાના જુના વોર્ડ નં. ૧ અને નવા નં. ૧૦ સામાકાંઠે સુભાષનગર અત્યંત પછાત વિસ્તાર નહિવત છે. આ વિસ્તારના નાગરીકોને ૬ કિલોમીટર ફરીને પોરબંદર આવુ પડે જૂની વ્યવસ્થા સામાકાંઠાથી અશ્માવતી ઘાટ સુધી તડની હોળી ચાલતી અને આ તડની હોળી દ્વારા સામાકાંઠાના નાગરીકો અવર જવર કરતા અને આ તડની હોળી પોરબંદર રાજય અને ત્યારબાદ પોર્ટ દ્વારા તે લાંબા સમયથી બંધ થઇ ગયેલ પરંતુ કોરોના વાયરસના કારણે સુભાષનગરના નાગરીકોને તાત્કાલીક સારવાર મળે તે માટે તડની હોળી ચાલુ કરવા માગણી અને સમાચારો પ્રસિધ્ધ થતા તડની હોળી સુવિધા શરૂ કરાય તે તસ્વીર (તસ્વીર અને અહેવાલ : સ્મિત પારેખ પોરબંદર)

(11:39 am IST)