Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ઢાંક ગ્રામ પંચાયતના સર્વે મુજબના પરપ્રાંતીય મજૂરોને રાશન કીટ આપવા ઢાંકના સરપંચની માંગ

ઢાંક તા. ૭ :..  કોરોનાની મહામારીમાં સરકારશ્રીએ બહાર પાડેલી યોજના મુજબ પરપ્રાંતીય મજૂરો કે જેઓ કોઇની માલીકીની વાડી કે કારખાનામાં  રહેતા ન હોય તેવા મજૂરોને તેમના આધાર કાર્ડ ઉપર મફતમાં અનાજનું વિતરણ કરવામાં આવશે આ યોજના અંતર્ગત મામલતદાર કચેરી દ્વારા નીયત પત્રકમાં માંગવામાં આવેલી માહિતી મુજબ ઢાંક ગ્રામ પંચાયત કચેરી દ્વારા અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત પરપ્રાંતીય મજૂરો કે જેઓ કોઇની માલીકીની વાડી કે માલીકીનાં કારખાનામાં રહેતા નથી તેવા સમાવિષ્ટ કરવા પાત્ર કુલ કુટુંબ-ર૭ કુલ સભ્યો ૧૩૮ ની યાદી મામલતદાર કચેરીમાં રજૂ કરેલ તે પૈકી પુરવઠા શાખા મામલતદાર કચેરીની ટીમ દ્વારા માત્ર ૧૦ કુટુંબોને વ્યકિતગત તેમજ કૌટુંબીક કીટનું વિતરણ કરેલ છે બાકીના વ્યકિતઓની કીટ મળેલ નથી તો બાકીના કુટુંબો કે જેઓનું સર્વે ઢાંક ગ્રામ પંચાયત કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. આવા મજૂરોને કીટ કયારે મળશે બાકી રહેલા મજૂરોને ધરમના ધક્કા થાય છે. તો સરકારશ્રી  દ્વારા વહેલી તકે બાકી રહેલા પરપ્રાંતિય મજૂરોને રાશન કીટ મળે તેવી માંગ ઢાંક ગ્રામ પંચાયતના સરપંચ શ્રી બદરૂભાઇ માંકડે કરી છે.

(11:39 am IST)