Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

મોરબીમાં એપીએલ રેશનકાર્ડ ધારકોને કીટ આપવા માંગણી

મોરબી તા. ૭ : સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારીએ કલેકટરને લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે લોકડાઉન વચ્ચે શનાળા બાયપાસ વિસ્તારમાં આવેલ લાયન્સનગર, ગોકુલનગર, આનંદનગર, તુલસી પાર્ક, ફિદાઇ પાર્ક, અને વાડી વિસ્તારમાં એપીએલ કાર્ડધારકોને કોઇપણ લાભ મળેલ નથી.

જે અંત્યોદય કાર્ડ અને બીપીએલ કાર્ડધારકોને રાશન મળ્યા છે. જેથી એપીએલ કાર્ડધારકોને પણ રાશન કીટ મળે તેવી માંગ કરી છે આ વિસતારના રહીશો રાશનકીટથી વંચિત છે જેથી રાશન કીટ મળે તેવી માંગ કરી છે.

ભાજપ કાર્યકરો દ્વારા રાશન કીટ અપાઇ

મોરબીના જીલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારાના માર્ગદર્શન હેઠળ ભાજપના કાર્યકરો દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં પાકિસ્તાનથી આવેલ હિન્દુ પરિવારોને ૧૦૦ રાશન કીટ વિતરણ ઉપરાંત મોરબી પોલીસ પરિવારને ર૦૦૦ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જરૂરીયાતમંદ પરિવારો ભોજનથી વંચિત ના રહી જાય તેવા હેતુથી કુલ ૭૦૦૦ થી વધારે રાશન કીટ વિતરણ કરવામાં આવી છે. શહેરના લોકોને ૩૦૦૦ માસ્ક અને ૧૦૦૦ સેનેટાઇઝર વિતરણ કરવામાં આવ્યા છે. તેમજ જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં અંદાજે ૧૬,૦૦૦ લોકોએ આ ભોજન વ્યવસ્થાનો લાભ લીધો છે.

(11:38 am IST)