Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ખંભાળીયા હોસ્પિટલમાં સ્ટાફ ભરવા કવાયત પણ નર્સીંગ સ્ટાફ જ ન મળ્યો માત્ર એક તબીબ જ મળ્યા

ખંભાળીયા તા.૬ : સરકારી હોસ્પિટલમાં કોરોના રોગચાળાના સંદર્ભમાં સરકારની સુચનાથી તથા સરકાર દ્વારા રપ લાખ, રોગી  કલ્યાણ સમિતિ તથા જિલ્લાને રીલાયન્સ દ્વારા ૫૦ લાખ તથા સાંસદ પૂનમબેન માડમે રૂ.૩૦ લાખ ફાળવતા જરૂરી સ્ટાફની ભરતી માટે આયોજન જિલ્લા કલેકટર તથા હોસ્પિટલના સુશ્રી ડો.હરીશ મતાલી દ્વારા કરાયુ હતુ.

૬૫ જગ્યા તબીબીની પણ એક ભરાશે

દેવભૂમી જિલ્લામાં ૫૦ બેડના કોરોના સ્પેશ્યલ હોસ્પિટલ માટે ૫૦ નર્સીંગ સ્ટાફ, ૧૨ એમબીબીએસ ડોકટરો તથા એક એમ.ડી.મેડીસીન તથા બે એમડી પાલ્મોનોલોજી અને ક્રિટીકલ કેર માટે ઓપન ઇન્ટરવ્યુ રખાયા હતા જેમા નર્સીંગમાં કોઇ ઇન્ટરવ્યુમાં જ ન આવ્યા તો એમડી પણ ન આવ્યા માત્ર બે એમબીબીએસ આવ્યા હતા જેમાંથી એક તબીબની ભરતી માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

હાલ સરકારી હોસ્પિટલ ખંભાળીયાનો સ્ટાફ ચા માટે વ્યવસ્થા સંભાળી રહ્યો છે.

(11:38 am IST)